રાહુલ હારના ડરને કારણે કેરળ દોડી ગયા : અમિત શાહ

અમિત શાહ (પીટીઆઈ તસવીર)

યુપી ખાતે ચૂંટણી સભાને સંબોધતા અમિત શાહે હિન્દુ આતંકવાદને લઈને પણ કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લીધી હતી.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી  : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રથમવાર બે લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમને ટોણો માર્યો છે. ઉત્તર પ્રદેશના ધામપુર ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી અમેઠીમાં હારના ડરથી કેરળના વાયનાડ ભાગી રહ્યા છે, જેના કારણે મતોનું ધ્રુવિકરણ કરીને જીત મેળવી શકાય. શાહે હિન્દુ આતંકવાદને લઈને પણ કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લીધી હતી.

  અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે, "મેં હમણાં વોટ્સએપમાં વાંચ્યું કે રાહુલ ગાંધી અમેઠીને પાછળ મૂકીને કેરળ તરફ દોડી ગયા છે. તેઓ કેરળ કેમ ભાગી ગયા? તમે બધા લોકો જાણો છો કે આ વખતે અમેઠીથી રાહુલ ગાંધી જીતવાના ન હતા. આથી તેઓ ધ્રુવિકરણનું રાજકારણ કરવા માટે કેરળ ગયા છે."

  અમિત શાહે કહ્યું કે, "વિપક્ષના લોકા તુષ્ટિકરણની રાજનીતિમાંથી બહાર નથી આવતા. હજી થોડા દિવસ પહેલા જ પંચકૂલના કોર્ટે 2007માં સમજૌતા એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટ પર નિર્ણય આપ્યો હતો. એ સમયની કોંગ્રેસ સરકારે કહ્યુ હતુ કે સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ હિન્દુ આતંકવાદનું ઉદાહરણ છે. કોંગ્રેસે આખા વિશ્વમાં ભાઈચારાનો ભાવ વધારનાર હિન્દુ સમાજને આતંકવાદની સાથે જોડીને બદનામ કરવાનું કામ કર્યું હતું."

  હિન્દુ આતંકવાદ પર વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, હિન્દુ ક્યારેય આતંકવાદી હોઈ શકે શું? કદાચ રાહુલ ગાંધીને ખબર નહીં હોય કે અમે કીડીઓને પણ લોટ નાખતા લોકો છીએ, લોકોને કેવી રીતે મારી શકીએ. આતંકવાદને ધર્મ સાથે જોડવાનું પાપ કોંગ્રેસે કર્યું છે.

  ચૂંટણી સભાને સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે, હારના ડરને કારણે રાહુલ ગાંધી કેરળ ભાગી ગયા છે. નગીનાવાસીઓએ મોદી મોદીના નારા લગાવીને પોતાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે કે મોદી જ દેશના વડાપ્રધાન બનશે, પરંતુ આ ગઠબંધનવાળા લોકો કોને વડાપ્રધાન બનાવશે? આ લોકોની કોઈ નીતિ કે રીતિ નથી પરંતુ તમામ મોદીના ડરને કારણે એક થયા છે.
  First published: