Home /News /national-international /બ્રહ્મા મંદિરમાં રાહુલે પોતાને કૌલ બ્રાહ્મણ ગણાવ્યા, ગોત્રનો પણ કર્યો ખુલાસો

બ્રહ્મા મંદિરમાં રાહુલે પોતાને કૌલ બ્રાહ્મણ ગણાવ્યા, ગોત્રનો પણ કર્યો ખુલાસો

પુષ્કરમાં રાહુલે બ્રહ્મા મંદિરમાં પોતાનું ગોત્ર જણાવી પૂજા કરી હતી.

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર તેમના ગોત્ર ન જણાવવાનો આરોપ લગાવ્યો હતો

  અજમેર: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ પોતાના પ્રવાસની શરૂઆત અજમેરમાં ખ્વાજા ગરીબ નવાજની મજાર પર માથું ટેકવીને કરી. ત્યારબાદ રાહુલે પુષ્કરના બ્રહ્મા મંદિરમાં દર્શને ગયા. રાહુલે બ્રહ્મા મંદિરમાં પૂજા પણ કરી. ખાસ વાત એ છે કે, આ પૂજા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના ગોત્રનું નામ પણ જાહેર કર્યું. રાહુલે પોતાને કૌલ બ્રાહ્મણ ગણાવ્યા અને દત્તાત્રેય ગોત્રના નામથી પૂજા કરી.

  ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના ગૌત્રને લઈને બીજેપી અનેકવાર કોંગ્રેસ અધ્યક્ષને નિશાન બનાવી ચૂકી છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર તેમના ગોત્ર ન જણાવવાનો આરોપ લગાવ્યો હતો.

  રાહુલ ગાંધી આજે પોખરણ, જાલોર અને જોધપુરમાં જાહેરસભાને સંબોધશે. આ બીજી વાર છે જ્યારે રાહુલ ગાંધીએ અજમેર શરીફમાં માથું ટેકવ્યું છે. રાહુલે તેને લઈને ટ્વીટ પણ કર્યું કે તેઓ રાજસ્થાન પ્રવાસની શરૂઆત દરગાહ અને મંદિરમાં માથું ઝૂકાવીને કરશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકો પર 7 ડિસેમ્બરે મતદાન યોજાશે. 11 ડિસેમ્બરે અન્ય રાજ્યોની સાથે જ રાજસ્થાનના પરિણામો પણ જાહેર થશે.

  વડાપ્રધાન મોદીએ પણ રવિવારે રાજસ્થાનના અજમેરમાં રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓએ મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર વરસ્યા હતા. આજે પણ વડાપ્રધાન ભીલવાડા, કોટા અને બેણેશ્વર ધામમાં રેલીને સંબોધિત કરશે.

  આ પણ વાંચો, રાજસ્થાન: મોદીએ રેલીમાં કરી અયોધ્યોની વાત, કીધુ જજોને ડરાવે છે કોંગ્રેસ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Ajmer, કોંગ્રેસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन