Home /News /national-international /

Analysis: રાહુલ અધ્યક્ષ રહેશે કે નહીં, કોંગ્રેસ માટે શું સારું છે?

Analysis: રાહુલ અધ્યક્ષ રહેશે કે નહીં, કોંગ્રેસ માટે શું સારું છે?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

ભાજપના નેતાઓ અને સમર્થકો કટાક્ષ કરતાં હોય છે કે રાહુલ અધ્યક્ષ પદે હોવું ભાજપ માટે ફાયદારૂપ છે

  (શૈલેષ ચતુર્વેદી)

  શું રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડી દેવું જોઈએ? શું તેમને પોતાના રાજીનામા પર અડગ રહેવું જોઈએ? એક પછી એક રાજીનામા આવી રહ્યા છે તે દરમિયાન આ સવાલ પર સતત ચર્ચા થઈ રહી છે. તેને લઈને બે પક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. પહેલો, લાલુ યાદવ જેવો પક્ષ, જેઓએ અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં કહ્યું છે કે રાહુલને પોતાના પદ પર ચાલુ રહેવું જોઈએ. લાલુ યાદવ મુજબ, જો રાહુલ ગાંધી પદથી હટે છે તો ભાજપને હુમલો કરવા માટે નવું હથિયાર મળી જશે. તેઓ નવા અધ્યક્ષને કઠપૂતળી કહેશે અને કહેશે કે ગાંધી પરિવાર પાછળથી પાર્ટી ચલાવી રહી છે. બીજું, વિપક્ષી એકતા માટે તેમનું હટવું સારું નથી. તેનાથી તમામ બિન ભાજપી દળોને એક મંચ પર લાવવાના પ્રયાસમાં વિઘ્ન આવશે.

  'નામદાર'નું લેબલ રાહુલથી હટી નથી રહ્યું

  રાહુલ ગાંધી 8 વર્ષ મહાસચિવ અને ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. 2017માં તે અધ્યક્ષ બન્યા હતા. આ દરમિયાન મોટાભાગની ચૂંટણીમાં તેમને નિષ્ફળતા જ મળી. 2019ની નિષ્ફળતા તે તમામ નિષ્ફળતામાં જોડાય છે. કદાચ આ બધાં કારણોથી રાહુલ ગાંધીએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. સાથોસાથ, એ પણ છે કે ગાંધી પરિવારથી બહારની કોઈ વ્યક્તિને પાર્ટીનું સુકાન સોંપવામાં આવે.

  ગાંધી પરિવારથી બહારની કોઈ વ્યક્તિને સુકાન સોંપવાનું મહત્વપૂર્ણ કારણ વડાપ્રધન મોદીના નામનાદ વિરુદ્ધ કામદારવાળો હુમલો પણ હતો. નામદારનું ટેગ રાહુલથી હટી નથી રહ્યું, આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ તેને વધુ મજબૂત જ કર્યું છે. રાહુલ ઈચ્છતા હશે કે કોઈ બિન ગાંધી અધ્યક્ષ આવે, જેથી આ ટેગને હટાવી શકાય. ભાજપના નેતા અને સમર્થક થોડા સમયના અંતરમાં કટાક્ષ કરતાં રહે છે કે રાહુલનું હોવું ભાજપ માટે ફાયદારૂપ છે. આ કટાક્ષની વચ્ચે સવાલ છે કે તેમનું રહેવું કોંગ્રેસ માટે સારું છે કે હટવું?

  કોંગ્રેસ પર કેટલા વર્ષ રહ્યું નહેરુ-ગાંધી પરિવારનું રાજ

  સીડબલ્યૂસીની બેઠકમાં ઉપસ્થિત કોંગ્રેસના સિનિયર નેતાઓ (ફાઇલ ફોટો)


  એ વાત સાચી છે કે નહેરુ-ગાંધી પરિવારે એટલું બધું પણ કોંગ્રેસ પર રાજ નથી કર્યું. આ પરિવારથી જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી અધ્યક્ષ છે. આઝાદી બાદ 72 વર્ષમાં 38 વર્ષ આ પરિવારનું કોઈને કોઈ સભ્ય અધ્યક્ષ રહ્યું છે. એટલે કે બાકી બચેલા 34 વર્ષમાં પરિવારથી અલગ કોઈ સભ્ય પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળતા રહ્યા છે. તેમાં પણ 1998 બાદ સતત સોનિયા કે રાહુલ ગાંધી જ અધ્યક્ષ રહ્યા છે. એટલે કે તેમના પહેલાના 51 વર્ષમાં 17 વર્ષ જ ગાંધી-નહેરુ પરિવારનું કોઈ સભ્ય અધ્યક્ષ હતું. સોનિયા ગાંધીના 19 વર્ષ હટાવી દઈએ તો પરિવારના બાકી સભ્ય મળીને 19 વર્ષ જ અધ્યક્ષ રહ્યા છે.

  પ્રશ્ન એટલા માટે પણ ઊભો થઈ રહ્યો છે કે જો પરિવારના કોઈ સભ્ય અધ્યક્ષ નહોતા, ત્યારે પણ વિપક્ષી પાર્ટી આરો લગાવે છે અને માનતા રહ્યા છે, તો હવે રાહુલના હટાવાથી શું ફરક પડી જશે? લોકો તો તેમ છતાંય માનતા જ રહેશે કે અધ્યક્ષ કોઈ પણ હોય, પાર્ટી તો રાહુલ જ ચલાવી રહ્યા છે.

  શું છે સમસ્યા?

  મૂળે, રાહુલના રાજીનામાના સ્વીકારવાની જીદ તે ભરોસા પર જ કરવી જોઈએ કે તેમનું પગલું પાર્ટી માટે સારું રહેશે. સમસ્યા એ છે કે રાહુલ ગાંધીની આસપાસના લોકો ભાજપમાં ટોપ પર બેઠેલા લોકોની જેમ સામાન્‍ય માણસની નાડ એટલી સારી રીતે નથી જાણતા. તેમની આસપાસના લોકોમાં મોટી સંખ્યા એવા લોકોની છે, જે દેશથી બહાર અભ્યાસ કરીને આવ્યા છે. નરેન્દ્ર મોદી-અમિત શાહ અને ભાજપની ટીમની જેમ તેમની લોકો સાથે એવું કનેક્ટ નથી. તેથી જ રાફેલ કે ચોકીદાર મુદ્દો ક્યાંક પાછળ રહી જાય છે અને મોદી છે તો શક્ય છે કે તે નામદાર છે, અમે કામદાર...જેવી વાતો લોકોને સમજમાં આવી જાય છે.

  કોણ બની શકે છે આગામી કોંગ્રેસ અધ્યક્ષ?

  સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)


  તો શું રાહુલ ખરેખર એવું કોઈ છે જે પાર્ટી અધ્યક્ષ બનવા માંગે છે અને લોકોને સમજે છે? ઠીક એવી રીતે જેમ પંજાબમાં અમરિંદર સિંહે સમજ્યું છે. હિન્દ અખબાર દૈનિક ભાસ્કર મુજબ, અટકળો છે કે ત્રણ સિનિયર અને જમીન સાથે જોડાયેલા નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવી શકાય છે. તે છે- એકે એન્ટની, અહમદ પટેલ અને કેપ્ટન અમરિંદર સિંહ. આ ત્રણેયના નામ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ગુજરાત સાથે જોડાયેલા છે.

  આ પણ વાંચો, INSIDE STORY: કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામા પાછળ રાહુલનો આ છે માસ્ટર પ્લાન

  કેપ્ટન અમરિંદર સિંહની નેતૃત્વ ક્ષમતા આ વખતે કોંગ્રેસને પંજાબમાં સફળતા અપાવી શકી. પરંતુ એક તો ઉંમરના આ પડાવમાં તેઓ મોદી-શાહ ટીમની એનર્જીનો મુકાબલો કરી શકશે? બીજું, શું તેમને તમામ અધિકારોની સાથે કામ કરવા દેવામાં આવશે? અને એવી અટકળો પણ કાર્યકારી અધ્યક્ષની છે, અધ્યક્ષની નહીં. અહીં તો સવાલ અધ્યક્ષ પદ પર રાહુલ રહેશે કે નહીં તેને લઈને છે.

  મૂળે સમસ્યા રાહુલના અધ્યક્ષ પદે રહેવા કે હટવાને લઈને નહીં પરંતુ તેનાથી વધુ નિર્ણય લેવા અને તેના અમલમાં લાવવાની છે. સમસ્યા આકાર નિર્ણયો લેવાની પણ છે. સમસ્યા એ પણ છે કે નીચલા સ્તરે તે કાર્યકર્તા ક્યાં છે, જે કોઈ પણ ચૂંટણીને જીતવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ભલે તેમનું નામ વધુ ન આવે. પરંતુ રાહુલ રાજીનામું આપીને તે કાર્યકર્તાઓને જોડવાનું કામ કરવા માંગે છે તો તેમનો નિર્ણય યોગ્ય છે. કોંગ્રેસના સૂત્રો તરફથી એવી વાત સામે આવી હતી. રાજીનામું આપીને નિર્ણય લેનારા લોકોમાં જમીનથી જોડાયેલા નેતા લાવવા માંગે છે, તો નિર્ણય યોગ્ય છે. પરંતુ એવું ન થયું તો રાહુલ રહે કે ન રહે કોઈ ફરક નહીં પડે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Lok sabha election 2019, Resignation, Sonia Gandhi, કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन