નવી દિલ્હી. કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર સરકારના કોવિડ મેનેજમેન્ટ (Covid Management)ને લઈને કૉંગ્રેસનું ‘શ્વેત પત્ર’ (Congress White Paper) જાહેર કર્યું અને કહ્યું કે તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રને કોરોના વાયરસની ત્રીજા લહેર (Corona Third Wave)ને ધ્યાને લઈ તૈયારી કરવામાં મદદ કરવાની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર દેશ જાણે છે કે કોવિડ-19 (Covid-19)ની ત્રીજી લહેર આવવાની છે. અમે સરકાર (Modi Government)ને તેના માટે તૈયારી કરવાનો અનુરોધ કરીએ છીએ.
પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કોરોનાથી દેશને જે દર્દ પહોંચ્યું છે, લાખો લોકોના મોત થયા છે. કોરોનાએ શું નુકસાન કર્યું છે, તે દેશ જાણે છે. તેમણે જણાવ્યું કે, આ રિપોર્ટનો ઉદ્દેશ્ય દોષ શોધવાનો નથી. આપણે ભૂલોને એટલા માટે રજૂ કરી રહ્યા છીએ જેથી સમયસર તેને ઠીક કરી શકાય. વૈજ્ઞાનિકોએ બીજી લહેરની સમયસર ભવિષ્યવાણી કરી હતી. સરકારે પગલાં ન ભર્યા. ફરી એક વાર આપણે ત્યાં જ ઊભા છીએ. ત્રીજી લહેર આવશે. તેથી અમે કહી રહ્યા છીએ કે સરકારે તૈયારી કરવી જોઈએ.
The aim of this white paper on COVID19 is not finger-pointing at the government but to help the nation prepare for the third wave of infection. The whole country knows that a third wave will strike: Congress leader Rahul Gandhi pic.twitter.com/5wgsBpj3jk
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કેન્ર્વ સરકારને હૉસ્પિટલ બેડ, દવા, ઓક્સિજન વગેરેની તૈયારી કરવી જોઈએ. ખૂબ જ ઝડપથી રસીકરણ અભિયાન ચલાવીને 100 ટકા વેક્સીનેશનના લક્ષ્યને પૂરું કરવું જોઈએ. અમે વિશેષજ્ઞો સાથે વાત કરી આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેનો ઉદ્દેશ્ય માર્ગ દર્શાવવાનો છે. શ્વેત પત્ર વિશે જણાવતાં રાહુલે કહ્યું કે તેના ચાર પાસા છે...
1. ક્યાંય કચાશ રહી ગઈ, તેની જાણકારી હોવી જોઈએ.
2. ત્રીજી લહેર માટે તૈયારી કરવામાં આવે. ઓક્સિજન, બેડ, દવાઓની તૈયારી.
3. કોરોનાથી આર્થિક-સામાજિક પ્રભાવની વાત. ન્યાય યોજનાની જેમ ગરીબ લોકો, નાના વેપારીઓને સરકાર આર્થિક મદદ કરે. ન્યાયને બદલે કોઈ બીજું નામ રાખવામાં આવે.
4. કોરોના ફંડ ઊભું કરવામાં આવે અને જેના ઘરમાં મોત થયું છે, તેમની મદદ કરવામાં આવે.
જોકે, દેશમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ સાથે જોડાયેલા સવાલો પર રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજનીતિમાં શું ચાલી રહ્યું છે? તેની પર વાત કરી કોરોનાથી ધ્યાન ભટકાવવું ન જોઈએ. તેમણે કહ્યું કે, સરકાર તમામ રાજ્યો સાથે સમાન વ્યવહાર કરે. આ જિંદગી અને મોતનો સવાલ છે. તમામ રાજ્યોને સમાન રીતે વેક્સીન ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમાં પૂર્વાગ્રહ ન હોવો જોઈએ. બીજેપી સરકાર- કૉંગ્રેસ સરકારમાં પ્રતિયોગિતા ન કરાવવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, આ રિપોર્ટ સરકાર માટે ઇનપુટ છે. જો સરકાર તેને વાંચશે તો તેને ફાયદો થશે. સરકાર વિપક્ષ, વિશેષજ્ઞ લોકોની વાત સાંભળે. મનમોહન સિંહે ભલામણ કરી હતી તો તેમની મજાક ઉડાવવામાં આવી. બાદમાં એવા જ પગલાં ભર્યા. ખુલ્લા મનથી કામ કરવું પડશે. જે ભૂલો થઈ છે તેનો સ્વીકાર કરવો જોઈએ. તેમાં કોઈ બે મત નથી કે સરકાર આંકડા છુપાવે છે. મારા મતે સરકારી આંકડાઓથી પાંચથી છ ગણા વધુ મોત થયા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર