Home /News /national-international /કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીની 'ના', હવે કોણ બનશે પાર્ટી પ્રમુખ?

કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીની 'ના', હવે કોણ બનશે પાર્ટી પ્રમુખ?

રાહુલ ગાંધી

એનડીટીવીએ પોતાના સૂત્રોના હવાલાથી રાહુલ ગાંધીને આ બાબતને લઈને ખુબ જ પ્રેરિત કરવામાં આવ્યા છે કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદની ભૂમિકા સ્વીકાર કરી લે, પરંતુ કોઈ પણ કોશિશ સફળ થઈ રહી નથી

  નવી દિલ્હી: આગામી દિવસોમાં ચૂંટણીના માહોલ જામશે તેવામાં કોંગ્રેસનો નવો પ્રમુખ કોણ હશે તેને લઈને તર્ક-વિતર્ક શરૂ થઈ ગઈ છે. જોકે, આ બાબતે કોઈ જ સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં નથી અને પાર્ટીમાં અસંજમજની સ્થિતિમાં છે. અસલમાં પાછલા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી લઈને રાજીનામું ધરૂ દીધું હતુ અને તે પછી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનીને જવાબદારી સંભાળી લીધી હતી, પરંતુ હવે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના મોટાભાગના નેતાઓનો મંતવ્ય છે કે 2024ની લોકસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ સંભાળવું જોઈએ, પરંતુ રાહુલ ગાંધીની તરફથી આના પર "હાં"ની રાહ જોવાઈ રહી છે.

  એનડીટીવીએ પોતાના સૂત્રોના હવાલાથી રાહુલ ગાંધીને આ બાબતને લઈને ખુબ જ પ્રેરિત કરવામાં આવ્યા છે કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદની ભૂમિકા સ્વીકાર કરી લે, પરંતુ કોઈ પણ કોશિશ સફળ થઈ રહી નથી. 2019ની સામાન્ય ચૂંટણીમાં હાર પછી રાજીનામું આપ્યા પછી પાર્ટી સભ્યોની અપીલને ઠૂકરાવીને રાહુલ પોતાની અનિચ્છા પર અડિગ રહ્યાં છે.

  સોનિયા ગાંધીએ પણ પોતાના સ્વાસ્થ્ય કારણોને આગળ ધરીને ફરીથી પાર્ટી અધ્યક્ષની ખુરશી સંભાળવાથી ઇનકાર કરી દીધો છે. સૂત્રોએ કહ્યું કે, સોનિયા ગાંધીના આ નિર્ણય પછી પાર્ટીના બધા નેતાઓનો ધ્યાન પ્રિયંકા ગાંધી વાડ્રા તરફ કેન્દ્રીત થયું છે કેમ કે 136 વર્ષ જૂના સંગઠનના મોટા ભાગના સભ્ય હજું પણ એવું જ ઈચ્છે છે કે પાર્ટીની આગેવાની ગાંધી પરિવારનો જ કોઈ સભ્ય કરે પરંતુ આ વર્ષે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પ્રિયંકાનો દેખાવ નિરાશાનજક રહ્યો હતો.

  આમ સહમતિના અભાવમાં રવિવારે (21 ઓગસ્ટ)થૂ શરૂ થનાર કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટણીના કાર્યક્રમ પર અનિશ્ચિતતાના કાળા વાંદળાઓ મંડરાઈ રહ્યાં છે. પાર્ટીએ સત્તાવાર રીતે અધ્યક્ષ પદને લઈને બનેલા ગતિરોધ પર અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભક્ત ચરણ દાસે એનડીટીને કહ્યું, "હાં, તેમણે (રાહુલ ગાંધીએ) કહ્યું કે, તેમની કોઈ ઈચ્છા નથી, પરંતુ અમે તેના પર કામ કરી રહ્યાં છીએ અને તેમને પદભાર સંભાળવા માટે વિનંતી કરી રહ્યાં છીએ. તેમણે અમને બતાવવું પડશે કે, જો તેઓ પદ સંભાળશે નહીં તો પછી તે ખુરશી પર કોણ બિરાજશે."

  જોકે, હાલમાં તો રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કોંગ્રેસના અભિયાનના નેતૃત્વ કરી જ રહ્યાં છે. તેઓ સપ્ટેમ્બરમાં એક વિશાલ રેલીને સંબોધિત કરવા માટે તૈયાર છે અને કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરશે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું, હાં, અમે એક રેલીનું આયોજન કરી રહ્યાં છીએ અને રાહુલ ગાંધી તેનું આગેવાની કરશે. અમે પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને વિશ્વાસપૂર્વક અને ચોક્કસ રીતે કંઈ જ કહી શકીએ નહીં.

  કોંગ્રેસ પાર્ટી પાછલા કેટલાક વર્ષોથી નેતૃત્વ સંકટનો સામનો કરી રહી છે અને પાર્ટી સતત ચૂંટણીઓ હારવાની સાથે જ હાઈ-પ્રોફાઈલ નેતાઓ દ્વારા પાર્ટી છોડવા સાથે સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ છે. માર્ચમાં સોનિયા ગાંધીએ પાર્ટીની વિધાનસભા ચૂંટણીઓમાં હાર પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી, પરંતુ તેમણે વરિષ્ઠ નેતાઓ સામે પોતાના ભાષણમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત નેતાઓ સામે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કહ્યું હતું. જોકે, તેમણે ચૂંટણી સુધી પોતાના પદ પર બનેલા રહેવા માટે મનાવી લેવામાં આવ્યા હતા. જોકે, તે પછી ઉદયપુરમાં થયેલી પાર્ટીની મેગા બેઠક (કોંગ્રેસ ચિંતન શિબિર)માં કોંગ્રેસના એક નવા પ્રમુખની ચૂંટણી કરાવવા માટે એક સમય-સીમા નક્કી કરી અને પોતાના અસંતુષ્ટોના સમૂહ (જી-23) દ્વારા એક આમૂલ પરિવર્તનની વધતી માંગોની વાતને ફગાવી દેવામા આવી હતી.
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Congress president, Congress president rahul gandhi, Priyanka Gandhi Vadra, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन