નવી દિલ્હીઃ ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત અને ચીન વચ્ચેના હિંસક ઘર્ષણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થતાં કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વિટ કરીને કહ્યું છે કે, તો સ્પષ્ટ છે કે ચીને ભારતીય જવાનો પર પૂરી યોજના હેઠળ હુમલો કર્યો હતો. ભારત સરકાર જો સમયસર જાગી ગઈ હોત તો આ પ્રકારની ઘટનાથી બચી શકાયું હોત.
કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ફરી એકવાર નિશાન સાધતાં LAC પર થયેલા હિંસક સંઘર્ષમાં 20 જવાનોની શહાદતને લઈને સવાલ ઊભા કર્યા છે. રાહુલે ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચીને ભારતીય સૈનિકો પર યોજનાબદ્ધ રીતે હુમલો કર્યો છે. સરકારની ઊંઘ જો સમયસર ખૂલી ગઈ હોત તો આ ઘટનાને રોકી શકાઈ હોત. રાહુલ ગાંધીએ કહ્યું કે તેની કિંમત આપણા શહીદ જવાનોને ચૂકવવી પડી છે.
આ પણ વાંચો, ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે નવો પ્લાન તૈયાર! ઇ-કોમર્સ કંપનીઓએ જણાવી પડશે આ વાત
આ પહેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે થયેલા હિંસક સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થવાને લઈ ગુરુવારે સરકાર પર નિશાન સાધતા સવાલ કર્યો હતો કે, આપણા સૈનિકોને શહીદ થવા માટે હથિયાર વગર કેમ મોકલવામાં આવ્યા. રાહુલે એક પૂર્વ સૈન્ય અધિકારીના ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરતાં ટ્વિટ કર્યું કે, ચીનની હિંમત કેવી રીતે થઈ કે તેણે આપણા નિ:શસ્ત્ર સૈનિકોની હત્યા કરી? આપણા સૈનિકોને શહીદ થયા માટે નિ:શસ્ત્ર કેમ મોકલવામાં આવ્યા?
આ પણ વાંચો, ચીને મુક્ત કર્યા 10 ભારતીય સૈનિક, ગલવાન ઘાટીમાં 3 દિવસ પહેલા થયો હતો સંઘર્ષ Published by:Mrunal Bhojak
First published:June 19, 2020, 14:06 pm