સિંધિયા મુદ્દે બોલ્યા રાહુલ, 'મારો લંગોટીયો દોસ્ત, જે ગમે ત્યારે ઘરે આવી શકતો હતો'

જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાહુલ ગાંધી (ફાઈલ ફોટો)

રાહુલે જવાબ આપ્યો કે, જ્યોતિરાદિત્ય અને મે સાથે અભ્યાસ કર્યો છે. તે મારા લંગોટિયા મિત્ર છે, જે ગમે ત્યારે ઘરે પાછા આવી શકતા હતા.

 • Share this:
  નવી દિલ્હી: કોંગ્રેસ છોડીને જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં સામેલ થઈ ચુક્યા છે. એક સમયે તે કોંગ્રેસમાં લાંબી રેસના ઘોડા માનવામાં આવી રહ્યા હતા. તે રાહુલ ગાંધીના સૌથી નજીકના નેતા માનવામાં આવતા હતા. તેમના દ્વારા આ રીતે અચાનક પાર્ટી છોડી દેતા કોંગ્રેસના કોઈ મોટા નેતાઓ દ્વારા મોટા નિવેદન નથી કરવામાં આવ્યા. જોકે, આ મામલે રાહુલ ગાંધીએ પોતાની ચુપ્પી તોડી છે. તેમણે કહ્યું કે, જ્યોરાદિત્ય લંગોટિયા મિત્ર છે જે ગમે ત્યારે ઘરે આવી શકે છે. રાહુલે કહ્યું તે પહેલા પણ આવી શકતા હતા.

  ઉલ્લેખનીય છે કે, જ્યારે પત્રકારોએ પ્રશ્ન કર્યો કે, સિંધિયા જૂથના લોકોનો આરોપ છે કે, તે તમારી સાથે મુલાકાત કરવા માંગતા હતા, પરંતુ મુલાકાત થઈ શકી ન હતી. આ વાત પર રાહુલે જવાબ આપ્યો કે, જ્યોતિરાદિત્ય અને મે સાથે અભ્યાસ કર્યો છે. તે મારા લંગોટિયા મિત્ર છે, જે ગમે ત્યારે ઘરે આવી શકતા હતા. તો આ બાજુ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સરકાર તોડવા ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. આ દરમ્યાન તેમણે કહ્યું કે, તેલની કિંમતોમાં થયેલા ઘટાડા પર પીએમનું ધ્યાન નથી ગયું.

  બીજેપીનો પકડ્યો હાથ

  તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી લીધો છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં સિંધિયાએ પાર્ટીની ઓફિસમાં પાર્ટીનું સભ્ય પદ ગ્રહણ કર્યું. બીજેપીમાં સામેલ થયા બાદ સિંધિયાએ કોંગ્રેસ છોડતા સમયે મનને દુખી અને વ્યથિત બતાવ્યું. બીજેપીમાં સામેલ થયા બાદ તેમણે પીએમ મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહને ધન્યવાદ કહ્યું. સિંધિયાે કહ્યું કે, હું નડ્ડાજીને ધન્યવાદ કહ્ છું તેમણે મને પોતાના પરિવારમાં આમંત્રિત કર્યા અને એક સ્થાન આપ્યું.

  કોંગ્રેસ પર કર્યા પ્રહાર

  આ દરમિયાન સિંધિયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. જ્યોરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી પહેલા જેવી નથી રહી. તેમણે કહ્યું કે, નવા નેતૃત્વને માન્યતા નથી મળી રહી, દેશની સેવા કોંગ્રેસમાં રહીને થઈ શકે તેમ નથી.તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં ખેડૂતો ત્રાહિમામ છે, યુવાનો લાચાર છે. રોજગારી ઓછી થઈ છે અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.
  Published by:kiran mehta
  First published: