નવી દિલ્હી : કોંગ્રેસ (Congress) આજે મોંઘવારી, જીએસટી અને કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં રોડથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન (Congress protest) કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Ghandhi detained) દિલ્હી પોલીસે (Delhi Police) કસ્ટડીમાં લીધા છે. રાહુલ કોંગ્રેસ તમામ નેતાઓ સાથે મોંઘવારી સામે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા. રાહુલ સાથે શશિ થરૂરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત દિલ્હી પોલીસે પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi vadra) કોંગ્રેસ ઓફિસેથી અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અને કાર્યકરો દિલ્હીના વિજય ચોક ખાતે ધરણા પર બેઠા હતા. હાલ દિલ્હી પોલીસે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે.
રાજપથ પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 'પોલીસે કોંગ્રેસના સાંસદોને ખેંચ્યા છે. કેટલાક લોકોને મારવામાં પણ આવ્યા છે. તમે બધા જોઈ રહ્યા છો કે, લોકશાહીની હત્યા થઈ રહી છે. આ લોકો તેમને મોંઘવારી પર પ્રદર્શન કરવા દેતા નથી.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકાના નેતૃત્વમાં દિલ્હીમાં કોંગ્રેસની પદયાત્રા ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી રહ્યા છે. જ્યારે પીએમ હાઉસનો ઘેરાવ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત હાજર હતો.
પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા ત્યારે જ તેમની પણ ઓફિસમાંથી અટકાયત કરી લેવામાં આવી છે. તો બીજી તરફ પ્રિયંકા પણ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચી ગઈ છે. વિરોધને ધ્યાનમાં રાખીને અકબર રોડ પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે ત્રણ સ્તરોમાં સૈનિકોને તૈનાત કર્યા છે. કોઈપણ કામદારને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી.
Delhi | Several Congress MPs including Rahul Gandhi and Shashi Tharoor detained by police during a protest against the Central government on price rise and unemployment pic.twitter.com/9mgMktUK52
વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. મોંઘવારી સામે રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી રહેલા કોંગ્રેસના સાંસદોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ અને ગૌરવ ગોગોઈ સહિત તમામ સાંસદોની અટકાયત કરીને બસમાં બેસાડવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર