હાથરસ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)અને પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારને મળવા માટે ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras Case)પહોંચ્યા હતા. બંનેએ લગભગ એક કલાક પીડિતાના પરિવાર સાથે વાત કરી હતી. મુલાકાત પછી પ્રિયંકા ગાંધી વાડ઼્રા (Priyanka Gandhi)એ કહ્યું હતું કે પરિવાર અંતિમ સમયે પોતાની પુત્રીનો ચહેરો પણ જોઈ શક્યો ન હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાની જવાબદારીનો અંદાજ હોવો જોઈએ. પીડિતાના પરિવારને જ્યાં સુધી ન્યાય ના મળી જાય ત્યાં સુધી અમારી લડાઇ યથાવત્ રહેશે. જ્યાં જ્યાં અન્યાય થશે અમે ત્યાં જઈશું. ઘટનાસ્થળે મીડિયા અને સુરક્ષાકર્મીઓ સિવાય સ્થાનીય લોકોની ઘણી ભીડ હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દુખની પરિસ્થિતિમાં તે પીડિત પરિવારની સાથે છે. એક બંધ રૂમમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ હાથરસ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનો આદેશ આપ્યો છે.આ પહેલા યોગી સરકારે શુક્રવારે મોટી કાર્યવાહી કરતા એસપી અને ડીએસપી સહિત 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા. આ તમામના નાર્કો ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. પીડિતાના પરીવારનો પણ નાર્કો ટેસ્ટ થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર