Home /News /national-international /RAHUL GANDHI BHARAT JODO YATRA: જીવવું તો ડર્યા વિના જીવવું! ભારે બરફવર્ષા વચ્ચે જમ્મુ કાશ્મીરમાં બોલ્યા રાહુલ ગાંધી
RAHUL GANDHI BHARAT JODO YATRA: જીવવું તો ડર્યા વિના જીવવું! ભારે બરફવર્ષા વચ્ચે જમ્મુ કાશ્મીરમાં બોલ્યા રાહુલ ગાંધી
rahul gandhi bharat jodo yatra
BHARAT JODO YATRA SHRINAGAR: દેશના દક્ષિણ ખૂણા કન્યાકુમારીથી દેશના ઉત્તરના રાજ્ય જમ્મુ કાશ્મીર સુધી તેમણે 3570 કિલોમીટર ચાલીને લોકોને સાથે લઈને ભારત જોડો યાત્રા ખેડી હતી. 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી યાત્રા આજે 30 જાન્યુઆરીના દિવસે પૂરી થઈ હતી.
શ્રીનગર . જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'જો તમારે જીવવું હોય તો તમારે ડર વિના જીવવું પડશે, તમારે ડરમાં જીવવાની જરૂર નથી'. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે. ત્યાં ભારે બરફ વર્ષા ચાલી રહી છે અને આ દરમિયાન જ સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ કરેલી ભારત જોડો યાત્રાનું અહીં સમાપન કરવામાં આવશે.રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને તેમના સમગ્ર પ્રવાસ દરમિયાન ઘણા નવા અનુભવો થયા. તેમણે કહ્યું કે તેણે આખા દેશમાં આવા ઘણા બાળકો જોયા છે જેમણે સ્વેટર પહેર્યા નથી. આ તે લોકોની મજબૂરી હતી. તેથી મેં પણ સ્વેટર ન પહેરવાનું નક્કી કર્યું હતુ.
ભારે હિમવર્ષા વચ્ચે ભારત ડો યાત્રાનું સમાપન
7 સપ્ટેમ્બરે શરૂ થયેલી યાત્રા આજે 30 જાન્યુઆરીના દિવસે પૂરી થઈ હતી. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે ભારત જોડો યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા અને જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના મહેબૂબા મુફ્તીએ ભારે હિમવર્ષા વચ્ચે ભાષણ આપ્યું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો સમાપન સમારોહ ખરાબ હવામાન વચ્ચે શરૂ થયો હતો. કોંગ્રેસે ભારત જોડો યાત્રાના સમાપન સમારોહ માટે શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેગા રેલીનું આયોજન કર્યું હતું.
#WATCH मोदी जी, अमित शाह जी, RSS के लोगों ने हिंसा नहीं देखी है। वे डरते हैं। भाजपा का कोई नेता यहां पैदल ऐसे नहीं चल सकता इसलिए नहीं कि जम्मू कश्मीर के लोग उन्हें चलने नहीं देंगे बल्कि इसलिए क्योंकि वो डरते हैं: कांग्रेस सांसद राहुल गांधी, श्रीनगर pic.twitter.com/pWJRKMVuLa
આ રેલીમાં સમગ્ર કોંગ્રેસ નેતૃત્વ ઉપરાંત વિરોધ પક્ષોના એક ડઝનથી વધુ નેતાઓએ ભાગ લીધો હતો. જો કે, હિમવર્ષાને કારણે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે અને એર ટ્રાફિક પણ ખોરવાઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પણ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ રાખવાનો નિર્ણય લીધો હતો અને સમાપન કાર્યક્રમ કરવાનો નિર્ણય જારી રાખ્યો હતો.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં યાત્રાના સમાપન સમારોહમાં પહોંચેલા ઘણા વિપક્ષી નેતાઓ ભારે બરફ વર્ષાને કારણે કદાચ ભાગ લઈ શકશે નહીં. જોકે, મહેબૂબા મુફ્તીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 'રાહુલ, તમે કહ્યું હતું કે તમે કાશ્મીરમાં તમારા ઘરે આવ્યા છો. આ તમારું ઘર છે. હું આશા રાખું છું કે ગોડસેની વિચારધારાએ જમ્મુ અને કાશ્મીરમાંથી જે છીનવી લીધું તે આ દેશમાંથી જ પાછું મળશે. ગાંધીજીએ કહ્યું હતુ કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં આશાનું કિરણ જોઈ શકે છે તેમણે ઉમેર્યું હતું કે આજે દેશ રાહુલ ગાંધીમાં આશાનું કિરણ જોઈ શકે છે.
" isDesktop="true" id="1329374" >
શું છે ભારત જોડો યાત્રા?
2024માં દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. 2014 અને 2019માં કોંગ્રેસનો લોકસભામાં કારમો પરાજય થયો હતો. હવે 2024 માં ફરીથી હારનું પુનરાવર્તન ન થાય એ માટે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ કમર કસી છે. તેમણે દેશના બે છેડાઓ વચ્ચે ભ્રમણ કરવાનું નક્કી કર્યું હતું અને કોંગ્રેસનું પુનર્ગઠન કરવાનું બીડું ઝડપ્યું હતું. આ માટે ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી હતી. દેશના દક્ષિણ ખૂણા કન્યાકુમારીથી દેશના ઉત્તરના રાજ્ય જમ્મુ કાશ્મીર સુધી તેમણે 3570 કિલોમીટર ચાલીને લોકોને સાથે લઈને ભારત જોડો યાત્રા ખેડી હતી. 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી યાત્રા આજે 30 જાન્યુઆરીના દિવસે પૂરી થઈ હતી. આજે શ્રીનગરમાં બરફવર્ષા છતાં ભારત જોડો યાત્રા પૂરી કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર