Home /News /national-international /મને હટાવીને ડરાવી શકશે નહીં, સવાલો પુછવાના ચાલું જ રાખીશ: રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી કહી આ વાત

મને હટાવીને ડરાવી શકશે નહીં, સવાલો પુછવાના ચાલું જ રાખીશ: રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી કહી આ વાત

rahul gandhi

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મેં સંસદમાં સવાલો પુછ્યા કે, અદાણીજીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોઈએ ઈન્વેસ્ટ કર્યા. આ રકમ કોની છે. મૈં સંસદમાં જણાવ્યું કે, પીએમ મોદી અને અદાણીની વચ્ચે શું સંબંધ છે, મીડિયા રિપોર્ટના હવાલાથી મેં તેમને પુરાવા પણ આપ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ શુક્રવારે સ્પીકર ઓમ બિરલાએ તેમનું સાંસદપદ રદ કરી દીધું છે. તેમને સૂરત સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જો કે, હાલમાં તેમની પાસે ઉપરી કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. આ બાજૂ રાહુલ ગાંધી વિરુદ્ધની એક્શન પર કોંગ્રેસે કહ્યું કે, આ ભારતીય લોકતંત્રની સ્થિતી વિશે દુનિયાને એક બહુ જ ખરાબ સંકેત મોકલી રહ્યા છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મેં સંસદમાં સવાલો પુછ્યા કે, અદાણીજીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોઈએ ઈન્વેસ્ટ કર્યા. આ રકમ કોની છે. મૈં સંસદમાં જણાવ્યું કે, પીએમ મોદી અને અદાણીની વચ્ચે શું સંબંધ છે, મીડિયા રિપોર્ટના હવાલાથી મેં તેમને પુરાવા પણ આપ્યા છે.



રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. સંસદમાં મંત્રીઓએ મારા વિરુદ્ધ જુઠાણુ ફેલાવ્યું. સંસદમાંથી મારા ભાષણો હટાવી દીધા. તેમણે કહ્યું કે, હું સવાલો પુછવાના બંધ કરીશ નહીં, હું ડરનારો માણસ નથી.

મેં અદાણી અને મોદીનો પ્લેનમાં બેઠેલો ફોટો બતાવ્યો


રાહુલ ગાંધીએ કહ્યુ કે, મોદીજી અને અદાણીનો સંબંધ ખૂબ જૂનો છે. જ્યારે નરેન્દ્ર મોદીજી ગુજરાતના સીએમ બન્યા હતા, ત્યારથી સંબંધ છે. મેં હવાઈજહાજમાં બેઠેલો ફોટો બતાવ્યો છે. તેઓ પોતાના મિત્ર સાથે આરામથી બેઠેલા હતા.

આ પણ વાંચો: જેવું મારી સાથે થયું, તેવું તમારી સાથે પણ થશે: ભાજપના નેતાએ રાહુલ ગાંધીને લાલૂ પ્રસાદ યાદવનો શ્રાપ યાદ અપાવ્યો

મેં પીએમ મોદીની આંખોમાં ડર જોયો છે


રાહુલ ગાંધીએ કહ્યું કે, અદાણી પર મારા ભાષણથી પ્રધાનમંત્રી ડરેલા છે અને મેં આ તેમની આંખોમાં જોયું છે. એટલા માટે પહેલા મુદ્દાથી ધ્યાન ભટકાવ્યું, ત્યાર બાદ મને અઘોષિત કરી દેવામાં આવ્યો.

હું સવાલ કરવાનું બંધ નહીં કરુ


રાહુલ ગાંધીએ કહ્યું કે, હું સવાલ પુછવાનું બંધ નહીં કરુ. અદાણીનું નરેન્દ્ર મોદીજી શું સંબંધ છે? આ હું પુછતો રહીશ. હું હિન્દુસ્તાનના લોકતંત્ર માટે લડી રહ્યો છું. હું લોકતંત્ર માટે લડતો રહીશ. હું કોઈનાથી ડરતો નથી.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું સાંસદ પદ ખતમ થતાં ખાલી થયેલી વાયનાડ સીટ પર પેટાચૂંટણી કરાવશે ચૂંટણી પંચ? જાણો શું છે નિયમ અને કાયદા

દેશમાં ઓબીસીનો મામલો નથી


રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, દેશમાં ઓબીસીનો મામલો નથી. આ અદાણી અને મોદીજીના સંબંધનો મામલો છે. ભારત જોડો યાત્રા દરમ્યાન આપવામાં આવેલા નિવેદનને જો આપ જોશો તો, મેં ક્યારેય પણ આવી વાત નથી કરી. મેં દરેક વર્ગને એકજૂટ કરવાની વાત કરી છે. બધા એક છે, દેશમાં ભાઈચારો હોય.

ગાંધી ક્યારેય માફી ન માગે, હું સાવરકર નથી


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. મારુ સમર્થન કરનારા વિપક્ષના તમામ દળનો આભાર માનુ છું. અમે બધા મળીને કામ કરીશું. તેમણે માફી માગવાના સવાલ પર કહ્યું કે, મારુ નામ સાવરકર નથી, મારુ નામ ગાંધી છે. ગાંધી ક્યારેય કોઈની પાસે માફી ન માગે.
First published:

Tags: BJP Vs Congress, Loksabha, Rahul gandhi latest news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો