તુરુવેકેરે: કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટકના તુરુવેકેરેમાં પ્રેસ કોન્ફ્રન્સ કરીને પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. રાહુલ ગાંધીને અહીં કેટલાય સવાલો પૂછવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું કોંગ્રેસના નવા અધ્યક્ષ રિમોટ કંટ્રોલથી ચાલશે ? જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમારા બંને નેતા જે પાર્ટી અધ્યક્ષ માટે ઊભા રહ્યા છે, તે એકદમ સક્ષમ છે. તેમનો પોતાનો વ્યક્તિગત વિચાર છે. ત્યારે આવા સમયે તેમના વિશે એવું કહેવુ કે, તે રિમોટ કંટ્રોલથી ચાલશે, આ તેમનું અપમાન છે."
કર્ણાટક કોંગ્રેસમાં જૂથવાદ પર બોલ્યા રાહુલ ગાંધી
કર્ણાટક કોંગ્રેસમાં જૂથવાદના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી પાર્ટી સંવાદ કરવામાં વિશ્વાસ રાખે છે. ચૂંટણી જીતવા માટે આપણે બધાએ એક સાથે કામ કરવાની જરુર છે. જે અમે કરી રહ્યા છીએ. એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે ફરી એક વાર ભાજપને નફરત ફેલાવતી અને દેશના ભાગલા પાડનારી પાર્ટી કહી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકારના 40 ટકા ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારીથી લોકો કંટાળ્યા છે. અમે આગામી ચૂંટણી જીતવાના છીએ. એક સવાલના જવાબમાં રાહુલે કહ્યું કે, કર્ણાટકના મુખ્યમંત્રીનો નિર્ણય ચૂંટણી બાદ કોંગ્રેસ પ્રક્રિયા અંતર્ગત નક્કી કરશે.
અહીં રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ભાગવા માટે જવાબદાર પાર્ટી ભારત જોડો યાત્રા કેમ કરી રહી છે ? તેના પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે, કોંગ્રેસમાં જે લોકો હતા, તે ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે લડ્યા હતા. મહાત્મા ગાંધી, જવાહર લાલ નહેરુ અને સરદાર પટેલ અંગ્રેજો સામે લડ્યા, પણ તે સમયે આરએસએસે અંગ્રેજોને સાથ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સાવરકરને અંગ્રેજો પાસેથી સ્ટાઈપેન્ડ મળતું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ એ પાર્ટી છે, જેણે દેશમાં સંવિધાન લાવ્યું, હરિત ક્રાંતિ લાવી, આઝાદીની લડાઈમાં ભાજપની કોઈ ભૂમિકા નથી, તેમનું કામ ફક્ત નફરત ફેલાવાનું છે. રાહુલે કહ્યું કે, ભારતમાં નફરત ફેલાવનારા દેશવિરોધી છે. જે પણ આવું કરશે, અમે તેમની સામે લડીશું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર