જુઠ્ઠું બોલવું મોદીની આદત છે, ડેટાએ ખોલી પોલ: રાહુલ ગાંધી

જુઠ્ઠું બોલવું મોદીની આદત છે, ડેટાએ ખોલી પોલ: રાહુલ ગાંધી
ફાઇલ ફોટો

 • Share this:
  કર્ણાટકમાં ચૂંટણીન પગલે વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતાં દેખાય છે. કર્ણાટકને ગારબેજ સિટી કહેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીની આલોચના કરી છે.

  રાહુલે ટ્વિટ કરતાં કહ્યું છે કે, ખોટું બોલવું તેમની આદતમાં આવી ગયું છે. ડેટાએ તેમના જુઠ્ઠાંણાની પોલ ખોલી દીધી છે. તેમણે લખ્યું છે કે,' દેશના ગૌરવ બેંગ્લૂરૂ શહેરને ગારબેજ કહેવું તેનું અપમાન કરવા જેવું છે.'  બીજેપીના બેલ્લારી ઉમેદવાર બી શ્રીરામુલુની ખનન કારોબારી જી જનાર્દન સાથેની મિત્રતા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચૌધરીએ પીએમ અને શ્રીરામુલુની ફોટો ટ્વિટ કરતાં લખ્યું, 'બેલ્લારી ન ખાઇસ ન ખાવા દઇશવાળું સુખી પરિવાર'

  બેંગ્લૂરૂને ક્રાઇમ કેપિટલ અને પાપની ઘાટી કહ્યાં બાદ પીએમની આલોચના પછી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક પછી એક નવી ટ્વિટ કરી અને કહ્યું કે બીએસ યેદિયુરપ્પા સરકાર દરમિયાન બેંગ્લૂરૂ ગારબેજ શહેર બની ગયું છે. તેમણે લખ્યું કે બેંગ્લૂરૂ દેશના સૌથી ફાસ્ટ બદલાતા શહેરોમાંનું એક છે.

  સિદ્ધરમૈયાએ ટ્વિટ કર્યું હતું કે, 'બેંગ્લૂરૂ દુનિયાનું સૌથી ફાસ્ટ બદલાતા શહેરોમાંથી એક છે. મોદી જણાવે કે શું એક વડાપ્રધાનને શોભા આપે છે કે ચૂંટણી જીતવા માટે બેંગ્લૂરૂ માટે ખોટું બોલે અને ફેલાવે અને તેનું અપમાન કરે?'

  First published:May 04, 2018, 11:07 am