રાહુલ ગાંધીએ 'રૅપ' વિશે એવું તો શું કહ્યુ કે લોકસભામાં મહિલા સાંસદોએ કર્યો હોબાળો

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું છે, તેઓએ કહ્યું કે રાહુલે દેશની મહિલાઓનું અપમાન કર્યું છે

 • Share this:
  નવી દિલ્હી : દેશભરમાં વધી રહેલી દુષ્કર્મ (Rape)ની ઘટનાઓ વિશે કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી પર આકરા હુમલા કર્યા. તેઓએ કહ્યુ કે 'મૅક ઇન ઈન્ડિયા'નો પ્રોજેક્ટ હવે 'રૅપ ઇન ઈન્ડિયા' બની ગયો છે. તેઓએ આ વાતો ગુરુવારે ઝારખંડમાં એક ચૂંટણી રેલીમાં કહી. તેમના આ નિવેદન પર લોકસભા (Lok Sabha)માં જોરદાર હોબાળો થયો અને મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ રાહુલ ગાંધીને માફી માંગવા માટે કહ્યું.

  રાહુલ ગાંધીનું પૂરું નિવેદન

  આ સમગ્ર ઘટનાક્રમ પર ભારતીય જનતા પાર્ટીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે- તમે જ્યાં પણ જુઓ, દેશમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું મેક ઇન ઈન્ડિયા...કહ્યું હતું ને...તમે જ્યાં પણ જુઓ...મેક ઇન ઈન્ડિયા નહીં ભાઈ....રૅપ ઇન ઈન્ડિયા...રૅપ ઇન ઈન્ડિયા જ્યાં પણ જુઓ.

  પહેલા પણ મજાક ઉડાવી હતી

  આ પહેલો પ્રસંગ નથી કે જ્યારે રાહુલ ગાંધીએ મેક ઇન ઈન્ડિયાની મજાક ઉડાવી હોય. આ પહેલા વર્ષ 2016માં લોકસભામાં પણ રાહુલે મેક ઇન ઈન્ડિયાના સહારે બીજેપી સરકાર અને પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધી અનેકવાર રેલીઓમાં પણ મેક ઇન ઈન્ડિયા પર મજાક કરી ચૂક્યા છે.

  'રાહુલ ગાંધી માફી માંગે'

  સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું છે. તેઓએ કહ્યું કે રાહુલે દેશની મહિલાઓનું અપમાન કર્યું. સ્પીકર ઓમ બિરલાની હાજરીમાં સ્મૃતિએ કહ્યું કે, ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે કોઈ નેતા એવું કહી રહ્યો છે કે ભારતીય મહિલાઓની સાથે બળાત્કાર થવા જોઈએ. શું રાહુલ ગાંધીને દેશના લોકોને આવો સંદેશ આપવા માંગે છે?

  'માફી માંગવાનો સવાલ જ નથી, બીજેપી ધારાસભ્ય ઉપર પણ છે દુષ્કર્મનો આરોપ'

  રાહુલ ગાંધીએ રૅપ ઇન ઈન્ડિયા નિવેદન પર માફી માંગવાનો ઇન્કાર કરી દીધો છે. રાહુલે કહ્યુ કે બીજેપી આ મુદ્દો પૂર્વોત્તરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને દબાવવા માટે ઉઠાવી રહ્યું છે. તેઓએ કહ્યુ કે બીજેપી શાસિત રાજ્યોમાં બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે અને ઉન્નાવમાં તો તેમના ધારાસભ્ય જ આ મામલામાં આરોપી છે.

  રાહુલે કહ્યુ કે, મારી પાસે એક ક્લિપ છે જેમાં નરેન્દ્ર મોદીજી દિલ્હીને રૅપ કૅપિટલ કરી રહ્યા છે. હું તેને ટ્વિટ કરીશ જેથી વધુ લોકો તેને જોઈ શકે. પૂર્વોત્તરથી ધ્યાન હટાવવા માટે તેને બીજેપીએ મુદ્દો બનાવી દીધો.

  બીજેપીના અનેક અન્ય મંત્રીઓ અને સભ્યોએ પણ રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી છે. કૉંગ્રેસ સભ્ય પણ નારેબાજી કરી રહ્યા હતા અને પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ એવી ફરિયાદ કરતાં જોવા મળ્યા કે તેમને બોલવાની તક નથી આપવામાં આવતી.

  આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : ડૉક્ટરની બળેલી લાશના DNA રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
  Published by:Mrunal Bhojak
  First published: