Home /News /national-international /રાજકારણ: રાહુલ ગાંધીએ લંડનથી એક એવો ફોટો શેર કર્યો કે, ભાજપના નેતા વાહવાહી કરવા લાગ્યાં

રાજકારણ: રાહુલ ગાંધીએ લંડનથી એક એવો ફોટો શેર કર્યો કે, ભાજપના નેતા વાહવાહી કરવા લાગ્યાં

rahul gandhi in london

સોશિયલ મીડિયા પર ટેમ્ઝેન પોતાના મજાકિયા કમેન્ટ્સ માટે જાણીતા છે. રાહુલની લંડન સ્પીચ પર દેશની રાજનીતિ ગરમાયેલી છે. રાહુલ સ્પીચ બાદથી ભાજપના તમામ નેતા તેમની ઘેરી જવાબ આપવા અને કથિત રીતે અરીસો બતાવાની કોશિશ કરી રહ્યા છે.

નવી દિલ્હી: લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આકરા પ્રહારો થઈ રહ્યા છે, ત્યારે આ તમામની વચ્ચે ભાજપ નાગાલેન્ડના મંત્રી ટેમ્ઝેન ઈમ્ના અલોન્ગે રાહુલ ગાંધીની એક ટ્વિટર પોસ્ટ પર કમેન્ટ કરીને વખાણ કર્યા છે. તેમણે કોંગ્રેસના સત્તા હૈંડલ દ્વારા ટ્વિટ કરવામાં આવેલ રાહુલ ગાંધીની તસ્વીર પર કહ્યું કે, 'માનવું પડે હો બાકી' રાહુલ ગાંધીએ આ તસ્વીરમાં સૂટ પહેરીને ફોટો પડાવ્યો છે. ભાજપના મંત્રીએ આગળ કહ્યું કે, તસ્વીર સારી છે, કોન્ફિડેંસ અને પોઝ પણ નેક્સ્ટ લેવલનો છે.



સોશિયલ મીડિયા પર ટેમ્ઝેન પોતાના મજાકિયા કમેન્ટ્સ માટે જાણીતા છે. રાહુલની લંડન સ્પીચ પર દેશની રાજનીતિ ગરમાયેલી છે. રાહુલ સ્પીચ બાદથી ભાજપના તમામ નેતા તેમની ઘેરી જવાબ આપવા અને કથિત રીતે અરીસો બતાવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીની તસ્વીર પર ટેમ્ઝેનની કમેન્ટ ખૂબ ચર્ચાનો વિષય હની છે. બંને દળના નેતા છેલ્લા કેટલાય દિવસથી વાકયુદ્ધ કરી રહ્યા છે. બંને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર જઈને ભારતીય લોકતંત્રને બદનામ કરવાની કોશિશ કરી છે.

રાહુલ ગાંધીએ પોતાની સ્પીચમાં ભારત, આરએસએસ, ભારત-ચીન વિવાદ સહિત કેટલાય મુદ્દા પર વાત કરી હતી. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને ઘેરવાનો કોશિશ કરી હતી અને કહ્યું કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ એકદમ માઓવાદી વિચાર પ્રક્રિયા અને અરાજક તત્વોની ચપેટમાં આવેલા છે.
First published:

Tags: Bjp government, Rahul gandhi tweet

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો