દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતાને રદ કરી દીધી છે. નોંધનીય છે કે, સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.
કાયદાના જાણકારો શું કહે છે?
કાયદાના જાણકારોના જણાવ્યા પ્રમાણે, જનપ્રતિનિધિ કાયદાની કલમ 8(3) હેઠળ જોગવાઈ છે કે જો કોઇ ધારાસભ્ય કે સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ જતું રહે છે.
કર્ણાટકમાં આપ્યું હતું આવું નિવેદન
રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ નિવેદન આપ્યું હતું. કોર્ટે રાહુલને રૂ. 15,000ના અંગત બોન્ડ પર જામીન આપતાં 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી હતી.
આ દરમિયાન રાહુલ ગાંધી સજાને ઉપલી કોર્ટમાં પડકારી શકે છે. કોર્ટે તેના 170 પાનાના નિર્ણયમાં કહ્યું હતુ કે, આરોપીઓ પોતે સાંસદ (સંસદના સભ્યો) છે અને સુપ્રીમ કોર્ટની સલાહ બાદ પણ આચારમાં કોઈ ફેરફાર થયો નથી.
' મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે'
સુરત કોર્ટ દ્વારા દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મેરા ભગવાન છે અને અહિંસા જ તેને પામવા માટેનું સાધન છે.
સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાય હતો. કલમ 499માં કોઈ પણ વ્યક્તિના સન્માન અને પ્રતિષ્ટના રક્ષણની જોગવાઈ છે .અને બદનક્ષીનો દાવો દાખલ કરી શકાય છે. જ્યારે કલમ 500 હેઠળ સજાની જોગવાઈ છે. કલમ 400 અને 500 હેઠળ શું સજાની જોગવાઈ છે એ પણ આપને માહિતી આપી દઈએ. તો કલમ 499 હેઠળ દોષિતને જામીનની જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડની જોગવાઈ કરાઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર