તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ પર રાજકારણ ચાલુ છે. આ મામલે મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીન આપણા સૈનિકોને મારી રહ્યું છે. રાહુલના આ નિવેદન પર ભાજપે હવે પલટવાર કર્યો છે. ભાજપે હવે રાહુલ ગાંધીની સરખામણી જયચંદ સાથે કરી છે.
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ પર રાજકારણ ચાલુ છે. આ મામલે મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીન આપણા સૈનિકોને મારી રહ્યું છે. રાહુલના આ નિવેદન પર ભાજપે હવે પલટવાર કર્યો છે. ભાજપે હવે રાહુલ ગાંધીની સરખામણી જયચંદ સાથે કરી છે.
પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, "એક ભારતીય તરીકે હું કહેવા માંગુ છું કે ભારતીય સેના દરેક ભારતીયનું ગૌરવ છે. આપણા સૈનિકો બતાવી રહ્યા છે કે આપણી તાકાત શું છે, ત્યારે ભારતના જયચંદ રાહુલ ગાંધી સેનાનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે?
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, "આ 1962નું નેતૃત્વ નથી. આ વખતે દેશમાં મજબૂત નેતૃત્વ છે. ભારત આજે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. રાહુલ જેવા જયચંદે સાંભળવું જોઈએ કે છેલ્લા સાડા 8 વર્ષમાં ભારતના કોઈએ એક ઈંચ પણ જમીન પચાવી નથી ,અને તે શક્ય નથી." બીજેપી પ્રવક્તાએ પૂછ્યું, "આવું એટલા માટે છે કે જ્યારે સેના શક્તિ બતાવે છે, ત્યારે કોંગ્રેસ તેનો વિરોધ કરવા લાગે છે? સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ દરમિયાન આવું જ કરવામાં આવ્યું હતું."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર