રાહુલ ગાંધીએ અધવચ્ચે છોડી સંસદીય સમિતિની મિટિંગ, કહ્યું- આ સમયની બર્બાદી

રાહુલ ગાંધીએ અધવચ્ચે છોડી સંસદીય સમિતિની મિટિંગ, કહ્યું- આ સમયની બર્બાદી

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મિટિંગ દરમિયાન તેમને અમને તેમના સાથીઓને બોલવા દેવામાં આવ્યા ન હતા

 • Share this:
  નવી દિલ્હી : કોંગ્રેસના (Congress)પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ( Rahul Gandhi) સંસદીય સમિતિ (Parliamentary Committee Meeting) સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ જાણકારી આપી કે બુધવારે રક્ષાના મુદ્દા પર યોજાઇ રહેલી સંસદીય સમિતિની બેઠકને રાહુલ ગાંધી અને બે અન્ય કોંગ્રેસી નેતા અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા. ખબર છે કે પેનલમાં સશસ્ત્ર બળોના યૂનિફોર્મને લઈને વાત થઈ રહી હતી. આ વાત રાહુલ ગાંધીને પસંદ આવી ન હતી અને તેમણે વચ્ચે અટકાવ્યા હતા.

  આ બેઠકમાં રાહુલની સાથે કોંગ્રેસ નેતા રાજીવ સાતવ અને રેવાનાથ રેડ્ડી પણ બહાર આવી ગયા હતા. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે આ મિટિંગમાં જવાનોને શાનદાર હથિયાર આપવા પર ચર્ચા કરવાના બદલે પેનલ યૂનિફોર્મ પર વાત કરીને સમય ખરાબ કરી રહ્યા હતા. આ મિટિંગમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (General Bipin Rawat)પણ ઉપસ્થિત હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચર્ચા દરમિયાન રાહુલે વચ્ચે કહ્યું કે યૂનિફોર્મ બળોના વરિષ્ઠ અધિકારી પણ નક્કી કરી શકે છે.

  આ પણ વાંચો - 1 જાન્યુઆરી 2021થી આ સ્માર્ટફોનમાં બંધ થઈ જશે WhatsApp,લિસ્ટમાં જુઓ તમારો ફોન નથીને

  રાહુલ વચ્ચે બોલતા જતા હતા તે દરમિયાન સમિતિના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ જુઅલ ઓરમે તેમને બોલવા દીધા ન હતા. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે રાહુલ વાસ્તવિક નિયંત્રણ રેખા પર રહેલા જવાનોના મુદ્દાને ઉઠાવવા માંગતા હતા. આ પછી રાહુલ ગાંધીએ કહ્યું કે રાજનીતિક નેતૃત્વને રાષ્ટ્રીય સુરક્ષા અને લદ્દાખમાં ચીન સાથે લડી રહેલા જવાનોને કેવી રીતે મજબૂત બનાવવામાં આવે તેવા મુદ્દા પર વાતચીત કરવી જોઈએ.

  રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મિટિંગ દરમિયાન તેમને અમને તેમના સાથીઓને બોલવા દેવામાં આવ્યા ન હતા. આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે પૂર્વ લેફ્ટિનેન્ટ જનરલ અને હરિયાણાથી બીજેપીના રાજ્યસભા સાંસદ દેવેન્દ્ર પોલ વત્સે યૂનિફોર્મમાં ફેરફારના મુદ્દાને ઉઠાવ્યો હતો. આ પછી રાહુલ ગાંધી જાણવા માંગતા હતા કે કેમ રાજનેતાઓને સેનાની વર્દી અને રેન્ક તય કરવાના હોય છે. આ કામ સેનાને જ કરવા દેવામાં આવે. અંગ્રેજી ન્યૂઝ ચેનલ એનડીટીવીના મતે આ દરમિયાન રાહુલ સતત સવાલ પૂછી રહ્યા હતા કે જનરલ રાવત અને બીજા વરિષ્ઠ અધિકારી આ મામલે કેમ રાજનેતાઓનું સાંભળી રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: