કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનો પોતાનાથી બે વર્ષ નાની બહેન પ્રિયંકા ગાંધી સાથેનો લગાવ જગજાહેર છે. રાહુલ ગાંધી છેલ્લા કેટલાય મહિનાથી ભારત જોડો યાત્રા અંતર્ગત ફરી રહ્યા છે. આ કારણે તેમને પરિવારના લોકો સાથે સમય વિતાવવાનો ટાઈમ મળતો નથી. રાહુલ ગાંધી પોતાના પરિવારને કેટલો મિસ કરી રહ્યા છે, તેની ઝલક ભારત જોડો યાત્રામાં પણ જોવા મળી હતી. જ્યારે રાહુલ ગાંધી પોતાની બહેનને કાનમાં કંઈક કહી રહ્યા છે, આ દરમિયાન તેઓ વ્હાલથી બેનીના ગાલ પર વ્હાલ વરસાવે છે, જેવી રીતે કોઈ વડીલ પોતાના બાળકને પ્રેમથી સહેલાવતું હોય. ભાઈ-બહેનનો આ પ્રેમ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નેટીજન્સ બંને ભાઈ-બહેનના આ પ્રેમને પોતાની દુઆઓ આપતા પણ દેખાઈ રહ્યા છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આ વ્હાલભર્યો વીડિયો ઈંડિયન યૂથ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ અને ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. જેને કેપ્શન આપવામાં આવ્યું છે કે, ભાઈ બહેનનો અતૂટ પ્રેમ: વીડિયોમાં રાહુલ-પ્રિયંકાને જોઈને આ કેપ્શન એકદમ ફીટ બેસે છે. રાહુલ ગાંધીએ પ્રિયંકાના ગળામાં હાથ નાખ્યા અને તેને કંઈક કહ્યું. તેની વાત સાંભળીને પ્રિયંકા પણ હસવા લાગે છે. ત્યાર બાદ રાહુલ ગાંધી પોતાના તરફ ખેંચે છે અને પ્રેમથી ચુંબન કરે છે અને વ્હાલ કરે છે. પ્રિયંકા શરમાઈ જાય છે અને રાહુલને હાથ જોડે છે. આ દરમિયાન બંને ભાઈ-બહેન ખુલ્લીને હસતા પણ જોવા મળે છે.
યૂથ કોંગ્રેસે પોતાના ફેસબુક પેજ પર ભાઈ-બહેનના આ પ્રેમનો ફોટો શેર કર્યો છે. આ પોસ્ટમાં રાહુલ-પ્રિયંકાના બાળપણનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં બંને ભાઈ-બહેન એકબીજાને પ્રેમ કરી રહ્યા છે. અહીં કેપ્શનમાં લખ્યું છે કે, નાનપણથી લઈને જવાની સુધી, પ્રેમ એક જેવો જ છે. ટ્વિટર વીડિયો અને ફેસબુક પર ફોટો પોસ્ટ થતાં જ ખૂબ જ લાઈક અને કમેન્ટ્સ આવી રહી છે. એક યુઝર્સે લખ્યું છે કે, ગાંધી પરિવાર એક હેપ્પી ફેમિલી છે. ઘણા બધાં લોકોએ ભાઈ-બહેનના આ હસીના ખૂબ જ વખાણ કર્યા છે અને દુઆઓ આપી રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર