રાહુલ પર 'વંદે માતરમ' ના અપમાનનો આરોપ, BJPએ કર્યા આકરા પ્રહાર

News18 Gujarati
Updated: April 28, 2018, 9:55 AM IST
રાહુલ પર 'વંદે માતરમ' ના અપમાનનો આરોપ, BJPએ કર્યા આકરા પ્રહાર
ફાઇલ ફોટો

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન એક રાલીમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ને કથિત રીતે '' અપમાન '' કરવાનો એક વીડિયો સામે આવ્યો.  આ બાદમાં  વિવાદ શરૂ થયો છે.

વીડિયોમાં મંચ પર બેઠેલા રાહુલ કર્ણાટકના કોંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલની બાજુ પોતાનો ઇશારા કરતા નજર આવી રહ્યા છે, કહી રહ્યા છે કે કાર્યક્રમ જલ્દી સમાપ્ત કરો. રાહુલ મંચ પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે બેઠેલા દેખાઇ રહ્યા છે.

ત્યારબાદ મંચ પર 'વંદે માતરમ' ગાઇ રહેલા ગાયકને કહેવામાં આવે છે કે તે વંદે માતરમની માત્ર એક જ લાઇન ગાઇને ગીત સમાપ્ત કરે. ભાજપે તેના માટે રાહુલની ટીકા કરતા કહ્યુ કે તેના મનમાં રાષ્ટ્રગીત માટે માન નથી. જો કે કોંગ્રેસએ આ આરોપને રદ્દ કરતા તે સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા.

એક સ્થાનિક ટીવી ચેનલે ઇવેન્ટનો વીડિયોને બતાવ્યા બાદ ભાજપે તેના ટ્વિટર પેજ પર લખ્યું , '' તેમના મનમાં રાષ્ટ્રગીત માટે માન નથી. અમે તેમની પાસેથી શું આશા રાખીએ.''

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આ કારણ છે કે અમે તેમને મહાજાદા કહીએ છીએ. તેમણે ટવિટ્ કર્યુ, '' આ દેશને કુટુંબની સંપત્તિ માનવામાં આવે છે. શું તેમની ઇચ્છાથી રાષ્ટ્રગીતમાં ફેરફાર કરી શકાય? '' બીજેપીના અન્ય એક નેતા ડી. ડી. સદાનંદ ગૌડાએ કહ્યું કે, રાહુલ ગાંધીના મનમાં રાષ્ટ્રગીત પ્રતિ કોઈ માન નથી.ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારે પણ ટ્વિટ કર્યું હતું કે, "અમારા જેવા સામાન્ય ભારતીય" 'જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી' કહી રહ્યા છે જ્યારે અંહકારી ,અજાણ, વંશવાદી વંદે માતરમ ટૂંક સમયમાં સમાપ્ત કરવા કહે છે. "

ત્યા કોંગ્રેસએ આ ખોટો વિડિયો ગણાવ્યો. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા રાજીવ શુકલાએ આ આરોપને સંપૂર્ણપણે ખોટા ગણાવતા રદ્દ કરી દીધા અને તેને ખોટો વીડિયો ગણાવ્યો.
First published: April 28, 2018, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading