Home /News /national-international /EXCLUSIVE: મોદી ભ્રષ્ટાચારી છે એટલે છુપાઈ જાય છે, મને સવાલ પૂછો તો હું જવાબ આપું છું: રાહુલ ગાંધી

EXCLUSIVE: મોદી ભ્રષ્ટાચારી છે એટલે છુપાઈ જાય છે, મને સવાલ પૂછો તો હું જવાબ આપું છું: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

રાહુલ ગાંધીએ તેમના દુબઇ પ્રવાસ દરમિયાન આ વિશેષ મુલાકાત આપી હતી.

    કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂઝ18 ઇંડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ભારત દેશનો પાયો એટલો મજબૂત છે કે, તેની છાપને કોઇ ખરાબ કરી શકે નહીં.
    વાત એમ છે કે, ભાજપનાં નેતાઓ રાહુલ ગાંધી પર એવો આક્ષેપ લગાવે છે કે, રાહુલ વિદેશ જાય છે ત્યારે ભારતની છાપ ખરાબ કરે છે.

    આ આરોપનાં જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતનો પાયો મજબૂત છે એટલા માટે કોઇ તેની છાપ ખરાબ કરી શકે નહીં. મને કોઇ પ્રશ્ન પુછે એટલે મારે તેનો જવાબ આપવો પડે. વડાપ્રધાનને જ્યારે ભ્રષ્ટાચારનો સવાલ પુછવામાં આવે છે ત્યારે તે ઘરે બેસી જાય છે પણ હું તો જવાબ આપુ છું. સાચી વાત એ છે કે, હાલ ભ્રષ્ટાચાર ચાલે છે.

    સીબીઆઇ વિશેનાં સવાલનાં જવાબમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા કહ્યું કે, તેઓ બંધારણીય સંસ્થાઓમાં હવે ઘૂસપેઠ કરી રહ્યા છે. જે રીતે મોદીએ સીબીઆઇનાં ડિરેક્ટર આલોક વર્માને હટાવ્યા તે જોતા ચોખ્ખુ જણાય છે કે, રાફેલ ડિલમાં તેમની મિલીભગત છે. તેના પુરાવા મળી રહ્યા છે.



    ન્યૂઝ18ને આપેલા મુલાકાતમાં રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધન વિશે પણ વાત કરી હતી.

    રાહુલ ગાંધીએ તેમના દુબઇ પ્રવાસ દરમિયાન આ વિશેષ મુલાકાત આપી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: News18 India, Rafale deal, પીએમ મોદી, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन