આસામમાં રાહુલે કહ્યુ- મોદી જે ચોરોને બચાવી રહ્યા છે, તેમના ખિસ્સામાંથી આવશે 'ન્યાય'ના પૈસા

News18 Gujarati
Updated: April 3, 2019, 4:03 PM IST
આસામમાં રાહુલે કહ્યુ- મોદી જે ચોરોને બચાવી રહ્યા છે, તેમના ખિસ્સામાંથી આવશે 'ન્યાય'ના પૈસા
રાહુલ ગાંધીએ કહ્યું કે, એક તરફ દરેક બેંક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયાવાળા ચોકીદારનું જૂઠ, બીજી તરફ કોંગ્રેસ પાટીનું સત્ય

રાહુલ ગાંધીએ કહ્યું કે, એક તરફ દરેક બેંક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયાવાળા ચોકીદારનું જૂઠ, બીજી તરફ કોંગ્રેસ પાટીનું સત્ય

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આસામના બોકાખાટમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. આ દરમિયાન ન્યાય યોજનાને લઈને ઊભા થઈ રહેલા સવાલ પર તેમણે કહ્યું કે યોજનાના પૈસા તે જ ચોરોના ખિસ્સામાંથી આવશે જેમને મોદીજી બચાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, એક તરફ દરેક બેંક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયાવાળા ચોકીદારનું જૂઠ, બીજી તરફ કોંગ્રેસ પાટીનું સત્ય- હિન્દુસ્તાના 20 ટકા સૌથી ગરીબ લોકોને કોંગ્રેસ પાર્ટી પાંચ વર્ષ ત્રણ લાખ 60 હજાર રૂપિયા ગેરન્ટી કરીને બેંક એકાઉન્ટમાં જમા કરાવશે.

આ પણ વાંચો, કોંગ્રેસ જો 70 વર્ષમાં કામ પૂર્ણ ન કરી શકે તો હું 5 વર્ષમાં કેવી રીતે કરી શકું' : PM મોદીએ વધુ એક ટર્મ માંગીરાહુલ ગાંધીએ કહ્યું કે, અમે આસામને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો, પરંતુ બીજેપીએ તેને પરત છીનવી લીધો. જો અમે ફરી સત્તામાં આવીશું તો આસામને ફરી એકવાર વિશેષ દરજ્જો આપીશું.

આ પણ વાંચો, કોંગ્રેસનો દાવો- PMની રેલી પહેલા CM પેમા ખાંડૂના કાફલામાંથી મળી રોકડ
First published: April 3, 2019, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading