કડકડતી ઠંડીમાં માત્ર ટી-શર્ટમાં કેવી રીતે ફરી રહ્યા? રાહુલ ગાંધીએ આપ્યો જોરદાર જવાબ
ટી-શર્ટને લઈને જે કટાક્ષ કરવામાં આવી રહ્યા છે તેનો જવાબ રાહુલ ગાંધી આપ્યો
ટી-શર્ટને લઈને જે કટાક્ષ કરવામાં આવી રહ્યા છે તેનો જવાબ રાહુલ ગાંધી આપ્યો છે. તેનું કહેવું છે કે અત્યારે ટી-શર્ટથી કામ ચાલી રહ્યું છે. જો તેનાથી ઠંડી નહીં જાય તો જોયું જશે. કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસના પ્રસંગે પાર્ટી હેડક્વાર્ટરમાં પત્રકારોના સવાલ પર રાહુલ ગાંધીએ આ વાત કહી હતી.
દિલ્હીમાં કડકડતી ઠંડી છે. પારો સતત ગગડી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન સતત ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. સોમવારે જ્યારે દિવંગત રાજનેતાઓની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા તો પણ તેને ટી શર્ટ જ પહેરી હતી. કોંગ્રેસના નેતા અને તેમના શુભેચ્છકો તેના માટે રાહુલની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા તો બીજી તરફ વિપક્ષ કટાક્ષ કરી રહ્યો છે.
ટી-શર્ટને લઈને જે કટાક્ષ કરવામાં આવી રહ્યા છે તેનો જવાબ રાહુલ ગાંધી આપ્યો છે. તેનું કહેવું છે કે અત્યારે ટી-શર્ટથી કામ ચાલી રહ્યું છે. જો તેનાથી ઠંડી નહીં જાય તો જોયું જશે. કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસના પ્રસંગે પાર્ટી હેડક્વાર્ટરમાં પત્રકારોના સવાલ પર રાહુલ ગાંધીએ આ વાત કહી હતી.
આ પહેલા પણ જ્યારે કન્હૈયા કુમારે તેને લઈને સવાલ પૂછ્યો હતો તો તેને પણ તેનો જવાબ આપ્યો હતો. કન્હૈયાને કહ્યું હતું કે, યાત્રામાં સામેલ તમામ લોકો ઠંડીથી બચવા માટે જેકેટ અને સ્વેટર પહેરી રહ્યા છે પરંતુ રાહુલ ગાંધી હાફ ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે? તેના જવાબમાં રાહુલે કહ્યું કે, ભાજપ હંમેશાં રાહુલ ગાંધી પર નિશાન સાધી રહી છે. આવામાં જ્યારે તમે તેમના હુમલાઓને સહન કરો છો તો તમારી અંદર સહન કરવાની શક્તિ આવી જાય છે.
રાહુલની ટી-શર્ટ પર ઈમરાન પ્રતાપગઢી શું બોલ્યા હતા
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી રાહુલ ગાંધીની ટી-શર્ટને લઈને કટાક્ષને લઈને ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી. તેમને લખ્યું હતું, એક ટી-શર્ટે આખી ભાજપ સરકારને દુઃખી કરી છે. કાલે કિંમત જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આજે ટેમ્પરેચર.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર