ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે છઠ્ઠા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે હિમાચલ પ્રદેશના ઉના પહોંચ્યા હતા. ઉનાના સલોહ ગ્રાઉન્ડ ખાતે તેમના હેલિકોપ્ટરમાં અમુક ખરાબ આવી હતી. જે બાદમાં રાહુલ ગાંધી જાતે પાયલટ પાસે પહોંચી ગયા હતા અને દરવાજો પકડી લીધો હતો, જેનાથી પાયલટ તેને સરખો કરી શકે. હેલિકોપ્ટરના દરવાજાનું રબર નીકળી ગયું હતું, જેનાથી દરવાજાને બંધ કરવામાં તકલીફ પડી રહી હતી. પાયલટની સાથે રાહુલે પોતે વિમાનનો દરવાજો બંધ કર્યો હતો. જે બાદમાં પાયલટે તેમને બેસવાનો આગ્રહ કર્યો હતો.
હિમાચલ પ્રદેશ ખાતે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ પાયલટે જણાવ્યું કે તેમના વિમાનના દરવાજામાં કંઈક સમસ્યા આવી છે. જે બાદમાં વિમાનના પાયલટ્સ દરવાજો રિપેર કરવાના કામે લાગ્યા હતા. પાયલટ દરવાજાનું રિપેરિંગ કરી રહ્યા હતા એટલામાં રાહુલ ગાંધી પણ તેમની મદદે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની ટીમને કોઈ સભ્યએ ફેસબુક લાઇવ શરૂ કરી દીધું હતું.
ચૂંટણી રેલી દરમિયાન હિમાચલ પહોંચેલા રાહુલ ગાંધી લેન્ડિંગ બાદ ગ્રાઉન્ડ બહાર આવેલા એક ઘરે પહોંચી ગયા હતા. સુરક્ષા ઘેરાને તોડીને અચાનક પોતાને ઘરે રાહુલ ગાંધીને આવતા જોઈને ઘરની મહિલાઓ તેમજ બાળકોને આશ્ચર્ય થયું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ બાળકોને પોતાની પાસે બોલાવ્યા હતા અને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. એટલું જ નહીં રાહુલ ગાંધીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ તસવીરો 'અંદાજ જુદા હૈ ઔરો સે' હેડિંગ સાથે પોસ્ટ પણ કરી હતી.
આ પહેલા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, ગાડીમાં આવતી વખતે હમીરપુર કોંગ્રેસના ઉમેદવાર રામ લાલે જણાવ્યું કે તેઓ ઇન્ટરનેશનલ કબડ્ડીના પ્લેયર હતા. વર્ષો સુધી કબડ્ડી રમ્યા છે, તેઓ પોતાના કોચ અને ટીમની વાત સાંભળતા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાના કોચ (લાલ કૃષ્ણ અડવાણી)ને સાઇડલાઇન કરી દીધા છે. મોદીએ પોતાની ટીમની પણ ઇજ્જત કરી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર