VIDEO : રાહુલ ગાંધીએ ઘાયલ પત્રકારની કરી મદદ

News18 Gujarati
Updated: March 28, 2019, 12:31 PM IST
VIDEO : રાહુલ ગાંધીએ ઘાયલ પત્રકારની કરી મદદ
રાહુલ ગાંધી

વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી ઘાયલ વ્યક્તિના માથાનો પરસેવો સાફ કરી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી એક વ્યક્તિના માથે પોતાના રૂમાલથી પરસેવો સાફ કરતા નજરે પડે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી સાથે ગાડીમાં બેઠેલો વ્યક્તિ રાજસ્થાનનો પત્રકાર રાજેન્દ્ર વ્યાસ છે. રાજેન્દ્ર રોડ અકસ્મતામાં ઘાયલ થયા હતા.

જે વખતે અકસ્માત થયો હતો તે જ સમયે રાહુલ ગાંધીનો કારનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. રાહુલ ગાંધીને રોડ અકસ્માત વિશે માહિતી મળતા જ તેમણે પોતાની ગાડી થોભાવી દીધી હતી અને પત્રકારને પોતાની ગાડીમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી ઘાયલ વ્યક્તિના માથાનો પરસેવો સાફ કરી રહ્યા છે. આ વીડિયોને તેમના સ્ટાફે શૂટ કર્યો હતો.


કહેવામાં આવી રહ્યું છે કે પત્રકાર મધ્ય દિલ્હીમાં રોડ અકસ્માતમાં ભોગ બન્યો હતો. જોકે, આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે રાહુલ ગાંધી કોઈ ઘાયલ પત્રકારની મદદે આવ્યા હોય.

ગત દિવસોમાં રાહુલે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર ખાતે ફોટો જર્નાલિસ્ટની મદદ કરી હતી. ભુવનેશ્વર એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે તમામ પત્રકારોમાં રાહુલ ગાંધીની તસવીર લેવા માટે દોડી રહ્યા હતા. આ દરમિયાન એક પત્રકાર ડિવાઇડર પરથી નીચે પડી ગયો હતો. જે બાદમાં રાહુલ ગાંધી તેમની પાસે દોડી ગયા હતા અને પત્રકારને સહારો આપીને ઉભો કર્યો હતો.
First published: March 28, 2019, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading