રોડ શો દરમિયાન તૂટ્યું બેરિકેડ, રાહુલ ગાંધીએ કરી ઘાયલ પત્રકારોની મદદ

પત્રકારો ઘાયલ થતાં રાહુલ ગાંધી મદદ માટે દોડી ગયા હતા.

રાહુલ ગાંધીના રોડ શો માટે વહીવટીતંત્રએ આપી મંજૂરી, સુરક્ષા કારણોને ધ્યાને લઈ મંજૂરી નહોતી આપવામાં આવી

 • Share this:
  લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો શરૂ થઈ ગયો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણના નોમિનેશનની આજે છેલ્લી તારીખ છે. આ દરમિયાન રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ માટે ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારીપત્ર ભરતી વખતે તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઉપસ્થિત રહ્યા.

  ઉમેદવારીપત્ર ભર્યા બાદ આયોજિત રોડ શો દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી. મળતી માહિતી મુજબ રોડ શોના કવરેજ દરમિયાન ત્રણ પત્રકાર બેરિકેડ તૂટાવાના કારણે ઘાયલ થયા. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તે પત્રકારની મદદ કરી અને તેને એમ્બુલન્સમાં બેસાડ્યો. આ દુર્ઘટનામાં પત્રકારો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

  ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ પહેલા પણ આવું કરી ચૂક્યા છે. હાલમાં જ તેઓએ એક ઘાયલ પત્રકારને પોતાની કારમાં લિફ્ટ આપી હતી. આ દરમિયાન રાહુલે રૂમાલ કાઢી પત્રકારના માથા પરનો પરસેવો લૂછ્યો હતો અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

  આ પણ વાંચો, સ્મૃતિએ રાહુલને ગણાવ્યા 'ગુમ સાંસદ', વાયનાડનો લાકોને કહ્યુ- એક વાર અમેઠી આવીને જુઓ

  મિશન દક્ષિણ પર રાહુલ ગાંધી

  લોકસભા ચૂંટણી દરમિયાન મિશન દક્ષિણને સાધવા માટે કોંગ્રેસ અધ્યક્ષ આ વખતે કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું, તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહ્યા. રાહુલ આ વખતે બે સીટોથી ચૂંટણી લડી રહ્યા છે. કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની અમેઠી. કોંગ્રેસની તૈયારી આ નોમિનેશનને મેગા શો બનાવવાની છે.

  વાયનાડમાં રોડ શો દરમિયાન સમર્થકોનું અભિવાદન ઝિલતા રાહુલ અને પ્રિયંકા
  Published by:Mrunal Bhojak
  First published: