PM મોદીની વિચારધારા સાઉથની વિરુદ્ધ, એ જણાવવા વાયનાડ આવ્યો: રાહુલ ગાંધી

વાયનાડમાં રોડ શો દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા

રાહુલે કહ્યું કે, વડાપ્રધાન મોદી, સંઘ અને બીજેપીની વિચારધારા દક્ષિણ ભારતના લોકોની વિરુદ્ધ છે

  • Share this:
    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે કેરળની વાયનાડ લોકસભા સીટ માટે ઉમેદવારીપત્ર ભર્યું. ત્યારબાદ તેઓએ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે રોડ શો પણ કર્યો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો સામેલ થયા. રોડ શો બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું કેરળ એટલા માટે આવ્યો છું જેથી અહીંના લોકોને સંદેશ આપી શકું કે દેશ તેમની સાથે ઊભો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘ અને બીજેપીની વિચારધારા દક્ષિણ ભારતના લોકોની વિરુદ્ધ છે. હું સંદેશ આપવા માંગું છું કે નોર્થથી પણ લડીશ અને સાઉથથી પણ લડીશ.

    રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત એક દેશ છે. એક સંસ્કૃતિ છે. આ સંદેશ આપવા વાયનાડ આવ્યો છું.

    કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, હું સમજી શકું છું કે સીપીએમના મારા ભાઈ-બહેનો હવે મારી વિરુદ્ધ નિવેદન આપવા લાગ્યા છે અને મારી પર હુમલો કરી રહ્યા છે. પરંતુ હું આ સમગ્ર કેમ્પેન દરમિયાન તેમની વિરુદ્ધ એક શબ્દ પણ નહીં બોલું.

    આ પણ વાંચો, રોડ શો દરમિયાન તૂટ્યું બેરિકેડ, રાહુલ ગાંધીએ કરી ઘાયલ પત્રકારોની મદદ
    Published by:Mrunal Bhojak
    First published: