રાહુલ રાજીનામું આપવા અડગ, કોંગ્રેસને આપ્યો એક મહિનાનો સમય

News18 Gujarati
Updated: May 28, 2019, 3:03 PM IST
રાહુલ રાજીનામું આપવા અડગ, કોંગ્રેસને આપ્યો એક મહિનાનો સમય
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં છેલ્લી વખત રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની જીદ પર અડી ગયા છે. કોંગ્રેસના બે નેતા કે.સી. વેણુગોપાલ અને અહેમદ પટેલ તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો વિકલ્પ શોધી લેવામાં આવે.

મંગળવારે સવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, નેતા રણદીપ સુરજેવાલા, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, ડેપ્યૂટી સીએમ સચિન પાયલટ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીને કહેવામાં આવ્યું છે કે હાલ પાર્ટીને નવો વિકલ્પ નથી મળી રહ્યો આથી તેઓ રાજીનામું ન આપે. સૂત્રોના કહેવા પર નવા અધ્યક્ષ તરીકે પ્રિયંકા ગાંધીનું નામ પણ ચર્ચામાં છે, જેના પર રાહુલ ગાંધી તૈયાર નથી.

રાહુલ ગાંધીને કહેવામાં આવ્યું છે કે તમે પાર્ટીમાં ઇચ્છો તેવા બદલાવ કરી શકો છો. જે બાદમાં રાહુલ ગાંધી થોડા નરમ પડ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે હાલ રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદે બન્યા રહેશે. જોકે, તેમણે નવા અધ્યક્ષની શોધ માટે એક મહિનાનો સમય આપ્યો છે. હાલ અમુક શરતોની સાથે રાહુલ અધ્યક્ષ પદે બન્યા રહેશે.

કાર્યકર તરીકે કામ કરવા માંગે છે રાહુલ

રાહુલ ગાંધી હવે અધ્યક્ષ તરીકે નહીં પરંતુ કાર્યકર તરીકે કામ કરવા માંગે છે. એવામાં એવા પણ સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ ચાર દિવસમાં કાર્યકારિણી બેઠક બોલાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં રાહુલ ગાંધીના વિકલ્પ અંગે વિચારણા કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં છેલ્લી વખત રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે. રાહુલ ગાંધી પોતાની જીદ પકડી રાખશે તો કોંગ્રેસના સીનિયર નેતાઓના નામ અંગે વિચારણા કરવામાં આવશે. નવા અધ્યક્ષ માટે કયા નામની ચર્ચા છે, હાલ તેના પર કંઈ કહેવામાં આવ્યું નથી.કોંગ્રેસનો જનાધાર વધારવા માટે કામ કરશે રાહુલ

શનિવારે કોંગ્રેસ કાર્યકારિણી બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું આપવાની વાત કરી હતી. તેમણે કહ્યુ કે તેઓ એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા માંગે છે. રાહુલે એવું પણ કહ્યું હતું કે તેઓ દેશ આખામાં ફરીને કોંગ્રેસનો જનાધાર વધારવાનું કામ કરશે.

નોન ગાંધી હોય કોંગ્રેસ અધ્યક્ષ

રાજીનામું આપતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ અધ્યક્ષ માટે માતા સોનિયા ગાંધી અથવા બહેન પ્રિયંકા ગાંધીનું નામ પણ આગળ ન ધરવામાં આવે. તેમના વિકલ્પ તરીકે કોઈ નોન ગાંધીનું નામ હોવું જોઈએ.

નવા ચૂંટાયેલા સાંસદોને મળવાનો ઇન્કાર

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર પ્રમાણે લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ નવા ચૂંટાયેલા સાંસદોને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. રાહુલે તમામ બેઠક અને કાર્યક્રમો રદ કરી નાખ્યા છે.
First published: May 28, 2019, 8:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading