Home /News /national-international /મધ્ય પ્રદેશમાં 'ભારત જોડો યાત્રા' એન્ટર થાય તે પહેલા રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

મધ્ય પ્રદેશમાં 'ભારત જોડો યાત્રા' એન્ટર થાય તે પહેલા રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાહુલ ગાંધી ફાઇલ તસવીર

ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશ આવે તે પહેલા રાહુલ ગાંધીના નામથી ધમકી ભરેલો પત્ર મળવાથી હડકંપ મચી ગયો છે.

    ઈન્દોર: ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશ આવે તે પહેલા રાહુલ ગાંધીના નામથી ધમકી ભરેલો પત્ર મળવાથી હડકંપ મચી ગયો છે. પત્રમાં કોંગ્રેસ નેતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈન્દોર પોલીસ આ મામલે તપાસમાં લાગી છે.

    વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાનો એક પત્ર ઈન્દોરમાં મળ્યો છે. જાણવા મળ્યું છે કે, ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે એક મિઠાઈની દુકાન બહાર અજાણ્યો શખ્સ છોડીને ચાલ્યો ગયો હતો. પોલીસે આજૂબાજૂમાં લાગેલા સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરુ કરી દીધી છે.

    આ પણ વાંચો: અંગ્રેજોની મદદ કરી, નહેરુ-ગાંધી સાથે દગો કર્યો: રાહુલ ગાંધીએ જાહેરમાં સાવરકરનું માફીનામું વાંચી સંભળાવ્યું

    હકીકતમાં ચિઠ્ઠીમાં ભારત જોડો યાત્રાના ઈન્દોર પહોંચવા પર રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, અજાણ્યા શખ્સ વિરુદ્ધ ધારા 507 અનુસાર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

    આજે ભારત જોડો યાત્રાનો 72મો દિવસ છે. કોંગ્રેસની આ યાત્ર ગત 7 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રેવશ કર્યો હતો. અત્યાર સુધી મહારાષ્ટ્રના નાંદેડ, હિંગોલી, વાશિમ અને અકોલા જિલ્લાની પદયાત્રા થઈ ચુકી છે. પોતાના મહારાષ્ટ્રના પ્રથમ તબક્કામાં 12માં દિવસે શુક્રવારે આ યાત્રા બાલાપુરથઈ શેગાંવ તરફ આગળ વધી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Rahul gandhi latest news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन