રાહુલ ગાંધી સવાર હતા તે વિમાનના એન્જીનમાં ખામી, રાહુલે પોસ્ટ કર્યો વીડિયો

News18 Gujarati
Updated: April 26, 2019, 1:14 PM IST
રાહુલ ગાંધી સવાર હતા તે વિમાનના એન્જીનમાં ખામી, રાહુલે પોસ્ટ કર્યો વીડિયો
રાહુલ ગાંધી

રાહુલ ગાંધી નવી દિલ્હીથી બિહારના પટના ખાતે ચૂંટણી રેલીને સંબોધવા માટે જઈ રહ્યા હતા.

  • Share this:
નવી દિલ્હી : પ્લેનના એન્જીનમાં ખામી સર્જાતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અધવચ્ચેથી જ દિલ્હી પરત ફરવું પડ્યું છે. આ અંગે રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. રાહુલ ગાંધી નવી દિલ્હીથી બિહારના પટના ખાતે ચૂંટણી રેલીને સંબોધવા માટે જઈ રહ્યા હતા.

રાહુલ ગાંધીએ ટ્વિટ સાથે 21 મિનિટનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ સવાર છે તે નાના વિમાનને તેના પાયલટ્સ કંટ્રોલ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યં કે, "પટના જઈ રહેલી અમારી ફ્લાઇટના એન્જીનમાં સમસ્યા આવી છે. અમારે દિલ્હી પરત ફરવાની ફરજ પડી રહી છે. બિહારના સમસ્તીપુર, ઓડિશાના બાલાસોર અને મહારાષ્ટ્રના સંગમનેર ખાતેની આજની બેઠક મોડી થશે. અસુવિધા માટે હું માફી માંગું છું."

એર ટ્રાફિક સોર્સ (એટીસી)ના જણાવ્યા પ્રમાણે આ વિમાને નવી દિલ્હીથી સવારે 9.30 વાગ્યે ઉડાન ભરી હતી અને બાદમાં 10.21 વાગ્યે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું.

એટીસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિમાનના પાયલટ્સે એન્જીનમાં ખરાબી હોવાનું જણાવી વિમાનને ફરીથી લેન્ડિંગ માટે મંજૂરી માંગી હતી. આવી માહિતી મળ્યા બાદ ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ની એક ટીમ પણ એરપોર્ટ ખાતે પહોંચી હતી.

નોંધનીય છે કે ગત વર્ષે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલના વિમાનમાં મુસાફરી દરમિયાન ખામી સર્જાઈ હતી. રાહુલ ગાંધી વિમાનમાં સવાર થઈને હુબલી જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે વિમાનની ઓટો-પાયલટ સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી. આ મામલે કોંગ્રેસ પાર્ટીએ રાજ્યની પોલીસને ફરિયાદ કરી હતી.
First published: April 26, 2019, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading