Home /News /national-international /લોકસભાનું સભ્ય પદ જતા રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા- ‘દરેક કિંમત ચૂકવવા તૈયાર’

લોકસભાનું સભ્ય પદ જતા રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા- ‘દરેક કિંમત ચૂકવવા તૈયાર’

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. (તસવીર: PTI)

જામીન આપતાં કોર્ટે 30 દિવસ માટે સજાના અમલ પર રોક લગાવી દીધી હતી. જેથી રાહુલ ગાંધી આ નિર્ણયને પડકારી શકે. આ કેસ રાહુલ ગાંધીની ટિપ્પણી પર નોંધવામાં આવ્યો હતો જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે 'તમામ ચોરોની સરનેમ મોદી જ કેમ હોય છે?'

વધુ જુઓ ...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કર્યું છે કે 'હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું, હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું'. ખરેખરમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે. આ પછી તેમની લોકસભાની સદસ્યતા પણ સમાપ્ત થઈ ગઈ છે અને લોકસભા સચિવાલયે તેમનો મતવિસ્તાર ખાલી જાહેર કર્યો છે. રાહુલ ગાંધીને લોકસભામાં ગેરલાયક ઠેરવ્યા બાદ કોંગ્રેસના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે.

જો કે ચૂંટણી પંચ ખાલી પડેલી બેઠક પર ખાસ ચૂંટણીની જાહેરાત કરે તેવી પણ શક્યતા છે. આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે - મહાત્મા ગાંધી. ખરેખરમાં 2019 માં નોંધાયેલા કેસમાં, સુરતની એક કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' પર ટિપ્પણી કરવા બદલ બે વર્ષની જેલની સજા ફટકારી હતી.



જોકે જામીન આપતાં કોર્ટે 30 દિવસ માટે સજાના અમલ પર રોક લગાવી દીધી હતી. જેથી રાહુલ ગાંધી આ નિર્ણયને પડકારી શકે. આ કેસ રાહુલ ગાંધીની ટિપ્પણી પર નોંધવામાં આવ્યો હતો જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે 'તમામ ચોરોની સરનેમ મોદી જ કેમ હોય છે?'

આ પણ વાંચો: પ્રથમવાર 2 દેશોમાં એશિયા કપનું આયોજન, 3 વખત ટકરાઇ શકે છે ભારત-પાકિસ્તાન

રાહુલ ગાંધીને તાત્કાલિક જામીન કેમ મળ્યા?

જો ઉપરી કોર્ટ નીચલી કોર્ટના ફેંસલાને નિલંબિત ન કરે તો દોષી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. કેટલાક મામલાઓમાં ઉપરી કોર્ટ સજાને સસ્પેન્ડ પણ કરી નાંખે છે. પરંતુ દોષમુક્ત કરતી નથી. આવી પરિસ્થિતિમાં પણ દોષી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. રાહુલ ગાંધીને સજા સંભળાવ્યા બાદ તાત્કાલિક જામીન આપી દેવામાં આવ્યા. ખરેખમાં સજા આપનાર કોર્ટને કોઇ પણ મામલે દોષીને ત્રણ વર્ષથી ઓછી સજા સંભળાવવા પર તાત્કાલિક જામીન આપવાનો અધિકાર છે.

આ પણ વાંચો: શું રાહુલ ગાંધી હવે 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે, મતાધિકાર પણ નહીં

માનહાનિ એટલે શું, કોણ નોંધાવે છે કેસ?

રાહુલ ગાંધીના મામલા પહેલા તમે જાવેદ અખ્તર અને કંગના રનૌત મામલે પણ તમે માનહાનિ કેસ વિશે સાંભળ્યું હશે. ખરેખરમાં જ્યારે કોઇ વ્યક્તિ બીજી વ્યક્તિ વિશે કંઇ એવું બોલે અથવા લખે આથવા આરોપ લગાવે છે, જેનો ઇરાદો તેને કોઇ પણ રીતે નુકસાન પહોંચાડવાનો હોય તો તેના વિરૂદ્ધ મામલો માનહાનિમાં આવે છે. એવું માનવમાં આવે છે કે, એક વ્યક્તિ બદનામ કરવાના ઇરાદાથી બીજા વ્યક્તિ વિરૂદ્ધ બોલવું, લખવુ અથવા આરોપ લગાવે છે. એવું ત્યારે કરવામાં આવે છે, જ્યારે કોઇ વ્યક્તિ કોઇ મૃત વ્યક્તિ પર આરોપ લગાવી રહ્યો હોય. મૃત વ્યક્તિના સંબંધી ઇચ્છે તો માનહાનિનો કેસ નોંધાવી શકે છે.

માનહાનિના કેસ કેટલા પ્રકારના હોય છે?

માનહાનિનાં કેસ પણ બે પ્રકારના હોય છે. પ્રથમ, દિવાની માનહાનિના કેસમાં દોષિ વ્યક્તિને આર્થિક દંઢ ફટકારવામાં આવે છે. ત્યાં જ આપરાધિક માનહાનિના કેસમાં જેલની સજાનું પણ પ્રાવધાન છે. હાલના મામલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને આપરાધિક માનહાનિના કેસમાં દોષિ ગણવામાં આવ્યા છે. આપરાધિક મામલે દોષિ થતા સંસદની સદસ્યતા રદ્દ કરવાનું પણ પ્રાવધાન છે. માટે તેમની લોકસભા સદસ્યતા પણ રદ્દ કરી દેવામાં આવી છે. માનહાનિનો કેસ સિવિલ કોર્ટ અથવા હાઇકોર્ટમાં નોંધવામાં આવે છે. ક્રિમિનલ માનહાનિમાં સીઆરપીસીની કલમ-200 અંતર્ગત મેજિસ્ટ્રેટ સામે ફરિયાદ નોંધવામાં આવે છે. જેના માટે સીધા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવતો નથી. ત્યાં જ તેમા વધારેમાં વધારે 2 વર્ષની જેલની સજા પણ થઇ શકે છે.
First published:

Tags: Rahul gandhi latest news, Rahul gandhi tweet, Surat Court