યુરોપિયન સાંસદો આજે કાશ્મીર જશે, રાહુલનો સવાલ અમારા પર પ્રતિબંધ કેમ?

News18 Gujarati
Updated: October 29, 2019, 10:09 AM IST
યુરોપિયન સાંસદો આજે કાશ્મીર જશે, રાહુલનો સવાલ અમારા પર પ્રતિબંધ કેમ?
રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આ ઘટનાને સાર્વભૌમત્વ પર મોટો હુમલો ગણાવ્યો છે.

  • Share this:
યુરોપિયન સંસદના 27 સાંસદ મંગળવારે જમ્મુ કાશ્મીરની મુલાકાત કરશે. આ સાંસદો આ દરમિયાન કાશ્મીરના મુખ્ય સચિવ, રાજ્યપાલ સત્યપાલ મલિક તથા કાશ્મીરી યુવાઓ સમેત અનેક લોકો સાથે મુલાકાત કરશે. જેમાં સવારે 10:15 થી દિલ્હીથી સાંસદોનું આ સંગઠન શ્રીનગર જવા ઉપડશે. અને 11:15 સુધી શ્રીનગર પહોંચી જશે. EUના સાંસદોના આ પ્રવાસથી કોંગ્રેસે મોદી સરકાર પર આકાર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુરોપિયન યુનિયન સાંસદ સમૂહોની આ કાશ્મીર મુલાકાતનું સ્વાગત કર્યું છે. પણ સાથે જ તેમણે સવાલ કર્યો છે કે તો પછી અમને કેમ ત્યાં નથી જવા દેતા?

રાહુલ ગાંધીએ આ ઘટનાને સાર્વભૌમત્વ પર મોટો હુમલો ગણાવ્યો છે. અને કહ્યું છે કે પોતાના દેશના સાંસદોને કાશ્મીર પર જવા પ્રતિબંધ મૂકો છો?  વળી તમે વિદેશી સાંસદોનું સ્વાગત કરો છો? આ ખોટું છે. ત્યાં કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ મોદી સરકાર પર સવાલ કર્યો કે કાશ્મીર મામલે ઇયૂ સાંસદોનું પંચ કેમ બનાવવામાં આવ્યું છે? કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યું કે યુરોપિયન યુનિયનના સાંસદોની જગ્યાએ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને કાશ્મીરમાં મોકલવું જોઇએ.

બીજી તરફ આ સાંસદોના દળમાં સામેલ બીએમ ડને જણાવ્યું કે મંગળવારે તે જમ્મુ કાશ્મીર જઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને કલમ 370 થી જોડાયેલી બધી વાતો જણાવી પણ હવે અમે તેને જમીની સ્તર પર પણ દેખવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે તે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 5 ઓગસ્ટના રોજ કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કરવામાં આવ્યા હતો અને તેને ભારતનું અભિન્ન અંગ જાહેર કરવામાં આવ્યું હતું. તે પછી પહેલીવાર વિદેશી સાંસદોનું આ દળ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઇ રહ્યું છે.

First published: October 29, 2019, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading