સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળવો જોઇએ: રાહુલ ગાંધી

News18 Gujarati
Updated: October 31, 2018, 11:10 AM IST
સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળવો જોઇએ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

આ પહેલા અમિત શાહે એમ કહ્યું હતું કે, કોર્ટે એવા આદેશ કરવા જોઇએ કે, જેનો અમલ થઇ શકે.

  • Share this:
કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં મંદિર પ્રવેશ મામલે કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મહત્વપુર્ણ નિવેદન આપતા કહ્યું છે કે, સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ મળવો જોઇએ. મહત્વની વાત છે કે, કેરળમાં સ્થાનિક કોંગ્રેસ સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કરે છે.

સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.
રાહુલ ગાંધોએ કહ્યું કે, આ એક સંવેદનશીલ મુદ્દો છે અને મારો વ્યક્તિગત અભિપ્રાય એવો છે કે, મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ મળવો જોઇએ. જો કે, કોંગ્રેસના કેરળ યુનિટ મારાથી જુદો અભિપ્રાય ધરાવે છે”.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, હું વ્યક્તિગત રીતે એવું માનું છુ કે, પુરુષો અને મહિલાઓ એક સમાન છે અને તમામ મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળવો જોઇએ. પણ કેરળમાં આવેલા કોંગ્રેસનાં નેતાઓ કહે છે કે, આ એક સંવેદનશીલ મુદ્દો છે અમારી પાર્ટી લોકોની સંવેદનાનું પ્રતિનિધિત્વ કરે છે”.

રસપ્રદ વાત એ છે કે, ભાજપ પ્રમુખ અમિત શાહે ગયા અઠવાડિયે કેરળમાં જનસભાને સંબોધી હતી અને સુપ્રિમ કોર્ટનાં આદેશનાં ધજિયા ઉડવતા હોય એમ, અમિત શાહે કહ્યું હતુ, કે, કોર્ટે એવા આદેશ કરવા જોઇએ કે, જેનો અમલ થઇ શકે.

અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે, કેરળમાં આજે લોકો ધાર્મિક માન્યતા અને રાજ્ય સરકારની ક્રુરતા વચ્ચે પિસાઇ રહી છે. કેરળનાં ડાબેરી સરકારે સબરીમાલા મંદિરના ઇશ્યુનો દુરઉપયોગ કર્યો છે અને ભાજપ અને આર.એસ.એસનાં કાર્યકરોને ટાર્ગેટ કર્યા છે. આ આસ્થા માટેનો સંઘર્ષ છે”.સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને આ મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતી. મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા એ છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ ન કરાય.

સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કરનારા લોકો મંદિરમાં જઇ દર્શન કરવા ઇચ્છતિ મહિલાઓને બહારથી જ કાઢી મૂકે છે. અંદર જવા દેતા નથી. કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મામલે વિરોઘ ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.

કેરળની સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે સુપ્રિમ કોર્ટનાં આદેશનું પાલન કરશે પણ ભાજપે આ તકનો લાભ ઉઠાવ્યો છે અને કેરળની ડાબેરી સરકારને ઘેરી છે. એમાંય મુદ્દો ધર્મનો છો એટલે ભાવતું મળી ગયું છે.

 
First published: October 31, 2018
વધુ વાંચો
अगली ख़बर