Home /News /national-international /કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવતાં જ શરૂ થશે રાફેલ સ્કેમની તપાસ: રાહુલ

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવતાં જ શરૂ થશે રાફેલ સ્કેમની તપાસ: રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

રાહુલે આગળ કહ્યું કે, શું એરફોર્સે 126 પ્લેન માંગ્યા હતા કે 36 પ્લેન માંગ્યા હતા?

    ન્યૂઝ18 ગુજરાતી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે જાહેરાત કરી કે આગામી લોકસભા ચૂંટણીમાં જો કોંગ્રેસ જીતીને સત્તામાં આવશે તો તે રાફેલ સ્કેમની તપાસ કરાવશે. તેઓએ કહ્યું કે આ સ્કેમના તમામ દોષીઓને કડક સજા આપવામાં આવશે.

    કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, યુવાઓ, ખેડૂતોને જોઈ લો. ચર્ચાના સમયે વડાપ્રધાન સંસદમાં નહોતા. તેઓ રાફેલ પર ચર્ચાથી ભાગી ગયા. અરુણ જેટલીએ લાંબું ભાષણ આપ્યું, મને ગાળો આપી. પરંતુ જે સવાલ છે તેનો જવાબ ન આપ્યો. રાહુલે સવાલ કર્યો કે, પ્લેનની કિંમતને 526 કરોડથી વધારીને 1600 કરોડ રૂપિયા કરવામાં આવી. આ કોણે વધારી? શું એરફોર્સે વધારી કે વડાપ્રધાને વધારી?

    રાહુલે આગળ કહ્યું કે, શું એરફોર્સે 126 પ્લેન માંગ્યા હતા કે 36 પ્લેન માંગ્યા હતા? શું નવા સોદાને લઈને રક્ષા મંત્રાલયના અધિકારીઓને વાંધો હતો.

    આ પણ વાંચો, રાહુલ ગાંધીના શબ્દપ્રયોગ 'Pliable'નો અર્થ શોધવા પત્રકારો ગોથે ચડ્યા!

    ગાંધીએ કહ્યું કે, સુપ્રીમે પોતાના આદેશમાં ક્યાંય નથી કહ્યું કે, તપાસ ન થવી જોઈએ. જો 2019માં અમારી સરકાર રચાશે તો તેની અપરાધિક તપાસ થશે અને જવાબદાર લોકોને દંડિત કરવામાં આવશે. તેઓએ ફરી એક વાર પોતાનું માંગનું પુનરાવર્તન કરતા કહ્યું કે, આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)થી તપાસ થવી જોઈએ.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Rafale deal, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ, રાહુલ ગાંધી

    विज्ञापन
    विज्ञापन