કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પાર્ટીની સર્વોચ્ચ નીતિ નિર્ધારણ એકમ કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) પહેલી બેઠક ચાલું છે. આ બેઠકમાં તેઓ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ રોડમેપ પજૂ કરશે. જોકે, આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના નીવેદનો તેમની તાનાશાહી દર્શાવે છે. જે મોદી સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યા તરફ ઇશારો કરે છે. બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ વડાપ્રધાન મોદી ઉપર નિશાન સાધ્યું હતું. મનમોહન સિંહે કહ્યું હતું કે, વિકાસના કામને ઝડપથી આગળ ધપાવવાના બદલે પીએમ મોદી પોતાના જ વખાણ કરે છે. જુમલા બનાવવાને લઇને પણ મનમોહન સિંહે મોદીની ટિપ્પણી કરી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, 2022 સુધી ખેડૂતોની આવકને બેગણી કરવા માટે કૃષિ ક્ષેત્રમાં વાર્ષીક 14 ટકાનો વિકાસદર જોઇએ. જોકે, આ આંકડો તેની આસપાસ પણ નથી દેખાતો. કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ મીડિયાને આ જાણકારી આપી હતી.
બીજી તરફ મુંબઇમાં કોંગ્રેસના લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને ભેટવાના પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે, ‘નફરતથી નહીં પ્રેમથી જીતીશું’. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા પ્રમાણે સીડબ્લ્યુસીના બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એક તરફ જ્યાં ભાજપ સંસ્થાઓ, દલિતો, આદિવાસીઓ, પછાત, લઘુમતીઓ અને ગરીબો ઉપર હુમલો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ દેશનો અવાજ બનવા માટે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધીએ સીડબ્લ્યુસીની રચના એક એવી સંસ્થાના રૂપમાં કરી છે. જેમાં ભુતકાળ, ભવિષ્ય અને વર્તમાનના અનુભવોનો સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે, પાર્લિયામેન્ટ એનેક્સીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઇ ચુકી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સીડબ્લ્યુસીની આ પહેલી બેઠક છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતા ઉપસ્થિત છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર