Home /News /national-international /VIDEO: મૂશળધાર વરસાદમાં પણ રાહુલ ગાંધી આપતા રહ્યા ભાષણ, ટસના મસ ન થયા લોકો

VIDEO: મૂશળધાર વરસાદમાં પણ રાહુલ ગાંધી આપતા રહ્યા ભાષણ, ટસના મસ ન થયા લોકો

મૂશળધાર વરસાદમાં પણ રાહુલ ગાંધી ભાષણ આપતા રહ્યા (ફોટો-વીડિયો ગ્રેબ)

સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાષણ આપી રહ્યા છે. જો કે, આ વીડિયોની ખાસ વાત એ છે કે, રાહુલ ગાંધી મૂસળધાર વરસાદની વચ્ચે પણ ભાષણ આપી રહ્યા છે અને તેમને સાંભળનારા લોકો ડગવાનું નામ નથી લેતા.

વધુ જુઓ ...
    બેંગલુરુ: સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાષણ આપતા દેખાઈ રહ્યા છે. જો કે આ વીડિયોની ખાસ વાત એ છે કે, રાહુલ ગાંધી મૂશળધાર વરસાદની વચ્ચે પણ ભાષણ આપી રહ્યા છે અને તેમને સાંભળનારા લોકો ત્યાંથી જરાં પણ ખસવાનું નામ નથી લેતા. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ આ વીડિયો ખૂબ શેર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોંગ્રેસની ભારત જોડો યાત્રાના 25 માં દિવસે કર્ણાટકના મૈસૂરમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન મૈસૂરમાં કોંગ્રેસ નેતા તથા સાંસદ રાહુલ ગાંધીએ ભારે વરસાદમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.

    આ પણ વાંચો : Bharat Jodo Yatra: રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’, ભાજપ નેતાઓએ કરી ટિપ્પણી

    વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કોંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓએ વરસાદમાં ભીંજાતા પોતાના નેતાને સાંભળી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના સમર્થનમાં ભારે હોબાળો મચાવ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેંડલ પરથી આ જાહેરસભાનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયો શેર કરતા ટ્વિટ કરીને લખ્યુ કે, ભારતને એકજૂટ કરતા આપણને કોઈ રોકી શકશે નહીં. ભારતનો અવાજ ઉઠાવવાથી અમને કોઈ રોકી શકશે નહીં. કન્યાકુમારીથી કશ્મીર સુધી જઈશું. ભારત જોડો યાત્રા કોઈ રોકી શકશે નહીં.



    આપને જણાવી દઈએ કે, આગામી 6 ઓક્ટોબરે કોંગ્રેસની આ ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી પણ જોડાવાના છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કર્ણાટકના માંડ્યા જિલ્લાથી સોનિયા ગાંધી આ યાત્રામાં સામેલ થશે. જો કે, હાલમાં એ સ્પષ્ટ નથી કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પોતાની માતા સાથે યાત્રામાં જોડાશે કે નહીં. 7 સપ્ટેમ્બરે તમિલનાડૂના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરુઆત થઈ હતી. આ યાત્રા 150 દિવસ ચાલશે. કાશ્મીરમાં તેનું સમાપન થશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Rahul gandhi latest news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन