Home /News /national-international /રક્ષા સમિતિની બેઠકમાંથી રાહુલ ગાંધીનું વોકઆઉટ, LAC પર ઇચ્છતા હતા ચર્ચા

રક્ષા સમિતિની બેઠકમાંથી રાહુલ ગાંધીનું વોકઆઉટ, LAC પર ઇચ્છતા હતા ચર્ચા

રક્ષા સમિતિની બેઠકમાંથી રાહુલ ગાંધીનું વોકઆઉટ, LAC પર ઇચ્છતા હતા ચર્ચા

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે રક્ષા કમિટી સામે રાહુલ ગાંધી અને બાકી કોંગ્રેસ સાંસદોએ લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચર્ચા કરવાની માંગણી કરી હતી

  નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે સંસદીય રક્ષા કમિટીમાંથી (Defence Parliamentary Committee)વોકઆઉટ કરી દીધું છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે રક્ષા કમિટી સામે રાહુલ ગાંધી અને બાકી કોંગ્રેસ સાંસદોએ લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચર્ચા કરવાની માંગણી કરી હતી. જોકે કમિટીના અધ્યક્ષે તેમની આ માંગ ફગાવી દીધી હતી. કમિટી દ્વારા માંગણીને ફગાવ્યા પછી રાહુલ ગાંધી તમામ કોંગ્રેસી સાંસદો સાથે બહાર આવી ગયા હતા.

  સૂત્રોએ પીટીઆઈ ભાષાને જણાવ્યું કે ભાજપા સાંસદ જુઆલ ઓરાંવની અધ્યક્ષતાવાળી સમિતીમાં સામેલ કેટલાક અન્ય વિપક્ષી સદસ્યોએ પણ રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું. એક સૂત્રએ જણાવ્યું કે બેઠકના એજન્ડામાં છાવણી બોર્ડો કામકાજ પર ચર્ચા કરવી સામેલ હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લી કેટલીક બેઠકોથી સતત તેના પર વાત થઇ રહી છે. તેમણે કહ્યું કે તેના પર વાત થાય પણ ચીન સરહદ પર જે કરી રહ્યું છે અને અફઘાનિસ્તાનમાં જે થઇ રહ્યું છે, આવા મોટા મુદ્દા પર પણ ચર્ચા થવી જોઈએ.

  આ પણ વાંચો - સરકારી બાબુના ઘરેથી મળી આવી કરોડોની સંપત્તિ, ઘરમાં એક કિલોની સોનાની ઇટ પણ મળી

  સૂત્રોના મતે તેના પર સમિતિના પ્રમુખ ઓરાંવે કહ્યું કે જે વિષય એજન્ડામાં છે તેના પર વાત થશે. સૂત્રોએ જણાવ્યું કે એક અન્ય વિપક્ષી દળના નેતાએ પણ રાહુલ ગાંધીની વાતનું સમર્થન કર્યું અને કહ્યું કે ચીનની આક્રમકતા સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવી જરૂરી છે.
  " isDesktop="true" id="1114352" >

  પહેલા પણ રાહુલ ગાંધી કરી ચૂક્યા છે વોકઆઉટ

  જોકે આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે રાહુલ ગાંધી રક્ષા કમિટીની બેઠક છોડીને બહાર ચાલ્યા ગયા હોય. આ પહેલા ડિસેમ્બર 2020માં પણ રાહુલ પોતાના સાંસદો સાથે રક્ષા કમિટીની બેઠકને વચ્ચે છોડીને નીકળી ગયા હતા. તેમણે ત્યારે આરોપ લગાવ્યો હતો કે સૈનિકોને કેવી રીતે શાનદાર તરીકેથી મજબૂત કરવામાં આવે. તેના બદલે યૂનિફોર્મ પર ચર્ચા કરીને સમય ખરાબ કરવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં સીડીએસ બિપિન રાવત પણ ઉપસ્થિત હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Defence committee meeting, Lac issue, કોંગ્રેસ, રક્ષા કમિટી, રાહુલ ગાંધી, રાહુલ ગાંધીનું વોકઆઉટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन