રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન : નથૂરામ ગોડસે અને પીએમ મોદીની વિચારધારા એક સરખી

News18 Gujarati
Updated: January 30, 2020, 1:04 PM IST
રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન : નથૂરામ ગોડસે અને પીએમ મોદીની વિચારધારા એક સરખી
નરેન્દ્ર મોદીને એ વાત કહેવાની હિંમત નથી કે તેઓ ગોડસેમાં વિશ્વાસ રાખે છે : રાહુલ ગાંધી

નરેન્દ્ર મોદીને એ વાત કહેવાની હિંમત નથી કે તેઓ ગોડસેમાં વિશ્વાસ રાખે છે : રાહુલ ગાંધી

  • Share this:
કાલપેટ્ટા : કૉંગ્રેસ (Congress) નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પર મોટો હુમલો કર્યો છે. કૉંગ્રેસની સંવિધાન બચાવો માર્ચ દરમિયાન એક રેલીમાં રાહુલે કહ્યું કે, નથૂરામ ગોડસે (Nathuram Godse) અને નરેન્દ્ર મોદી એક જ વિચારધારામાં વિશ્વાસ રાખે છે, બંનેમાં કોઈ અંતર નથી. માત્ર એટલું કે નરેન્દ્ર મોદીને એ કહેવાની હિંમત નથી કે તેઓ ગોડસેમાં વિશ્વાસ રાખે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે એ વાત પર ધ્યાન દો કે જ્યારે પણ તમે નરેન્દ્ર મોદીને બેકારી અને નોકરીઓ વિશે પૂછો છો તો તેઓ અચાનક ધ્યાન ભટકાવી દે છે. NRC અને CAAથી નોકરીઓન નથી મળવાની. કાશ્મીરની સ્થિતિ અને આસામને સળગાવવાથી આપણા યુવાઓને રોજગાર નથી મળી રહ્યો.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ભારતીયોને એ પુરવાર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભારતીય છે. એ નક્કી કરનારા નરેન્દ્ર મોદી કોણ છે કે હું ભારતીય છું કે નહીં. કોણે તેમને લાઇસન્સ આપ્યું છે કે તેઓ એ નક્કી કરે કે કોણ ભારતીય છે અને કોણ નહીં? હું જાણું છું કે હું એક ભારતીય છું અને મને તે પુરવાર કરવાની જરૂર નથી.


'બીજા દેશ ભારત પર સવાલ ઊભા કરી રહ્યા છે'

રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજા દેશ કહી રહ્યા છે કે ભારતે પોતાનો માર્ગ ગુમાવી દીધો છે. ભારત એક સમયે એ દર્શાવતો હતો કે મહાન દેશ કેવી રીતે વ્યવહાર કરે છે. ભારતમાં અલગ-અલગ સંસ્કૃતિઓ છે, ધર્મ છે. બધા ધર્મોનો એક જ ઉદ્દેશ્ય છે. આજે લોકો કહી રહ્યા છે કે ભારત પોતાની સાથે લડાઈ લડી રહ્યો છે. કુલબર્ગી અને ગૌરી લંકેશ જેવા વિચારકોની હત્યા કરી દેવામાં આવે છે. મહિલાઓની સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે. બેરોજગારી તેની ઉચ્ચતર સ્તરે છે. અર્થવ્યવસ્થા ફસડાઈ રહી છે.

આ પણ વાંચો, નિર્મલા સીતારમણની બજેટ તૈયાર કરનારી ખાસ ટીમમાં છે આ ગુજરાત કેડરના IAS અધિકારી
First published: January 30, 2020, 12:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading