રાજીવ ગાંધી પર PM મોદીની કોમેન્ટ પર રાહુલ-પ્રિયંકાનો વળતો હુમલો

News18 Gujarati
Updated: May 5, 2019, 4:20 PM IST
રાજીવ ગાંધી પર PM મોદીની કોમેન્ટ પર રાહુલ-પ્રિયંકાનો વળતો હુમલો
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા (ફાઇલ ફોટો)

પીએમ મોદીએ કહ્યું હતું કે, 'મિસ્ટર ક્લીન'નો જીવનકાળ 'ભ્રષ્ટાચારી નંબર 1'ના રૂપમાં ખતમ થયો હતો

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો હુમલો કર્યો છે. ઉત્તર પ્રદેશની એક રેલીમાં કથિત બોફોર્સ ગોટાળાનો ઉલ્લેખ કરતાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશ આપના પિતાને ચોક્કસ 'મિસ્ટર ક્લીન'ના નામથી જાણે છે, પરંતુ મિસ્ટર ક્લીનનો જીવનકાળ 'ભ્રષ્ટાચારી નંબર 1'ના રૂપમાં ખતમ થયો હતો.

પીએમ મોદીના આ નિવેદન પર રાહુલે કહ્યું કે, મોદીજી, લડાઈ ખતમ થઈ ચૂકી છે. આપના કર્મ આપની રાહ જોઈ રહ્યા છે. તેઓએ કહ્યું કે લડાઈમાં મારા પિતાનું નામ ખેંચવાથી પણ તમે બચી નહીં શકો. રાહુલે લખ્યું છે કે, આપને મારા તરફથી ઘણો બધો પ્રેમ અને ઝપ્પી.

વડાપ્રધાનની ટિપ્પણી પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટિપ્પણી કરી. તેઓએ ટ્વિટર પર લખ્યું કે, શહીદોના નામે વોટ માંગીને તેમની શહાદતને અપમાનિત કરનારા વડાપ્રધાને કાલે પોતાના ભાષણમાં એક નિષ્ઠાવાન અને પાક વ્યક્તિની શહાદતને અપમાનિત કરી છે. જવાબ અમેઠીની જનતા આપશે જેમના માટે રાજીવ ગાંધીએ પોતાનો જીવ આપ્યો. હા મોદીજી આ દેશ દગાખોરને પણ ક્યારેય માફ નથી કરતો.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં રેલી કરી હતી. આ દરમિયાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે તેઓ મોદીથી ત્યાં સુધી જીતી નહીં શકે, જ્યાં સુધી મોદીની મહેનત, ઈમાનદારી અને ભારત ભક્તિ પર ડાઘ નથી લાગતા.

1980માં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારમાં કથિત બોફોર્સ ગોટાળો થયો હતો. મોદીએ કહ્યું કે, હું કોઈ અખબારમાં વાંચી રહ્યો હતો કે કોંગ્રેસની સરકારના સમયે રાહુલના વેપારી ભાગીદારને કેવી રીતે રક્ષા સોદામાં સામેલ કરવામાં આવ્યા હતા. મીડિયામાં આવેલા રિપોર્ટ ઘણા સવાલ ઊભા કરી રહ્યા છે. જ્યારે સવાલ ઉઠે છે તો તે લોકો તપાસ કરવાની વાત કરે છે, પરંતુ તમામ નોટિસ છતાંય તેઓ તપાસ ટીમ સામે રજૂ નથી થતા. એવા મામલામાં એક નાગરિકના કર્તવ્ય રૂપે આ પરિવાર કોઈ સહયોગ નથી કરતું.
First published: May 5, 2019, 2:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading