Home /News /national-international /

વિજય માલ્યા ભાગી જતા પહેલા ભાજપના નેતાઓને મળ્યો હતો: રાહુલ ગાંધી

વિજય માલ્યા ભાગી જતા પહેલા ભાજપના નેતાઓને મળ્યો હતો: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. બેંકોનું 9000 કરોડનું કૌભાંડ કરી ભાગી ગયેલો વિજય માલ્યા ઇંગ્લેન્ડમાં છે.

રાહુલ ગાંધી હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. બેંકોનું 9000 કરોડનું કૌભાંડ કરી ભાગી ગયેલો વિજય માલ્યા ઇંગ્લેન્ડમાં છે.

    કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યુ કે, બેંક કૌભાંડી વિજય માલ્યાએ ભારત દેશ છોડી ભાગી જતા પહેલા તે ભાજપના નેતાઓને મળ્યો હતો. જો કે, વિજય માલ્યા કયા ભાજપના નેતાઓને મળ્યો હતો તે નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. રાહુલ ગાંધીએ લંડનમાં પત્રકારનો સાથે વાતચીત કરતા આ વાત કરી હતી.

    બેંક કૌભાંડીઓને ભારત છોડી જવામાં સરળતા કરી આપવા બદલ રાહુલ ગાંઘીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની ટીક કરી હતી.

    રાહુલ ગાંધી હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. બેંકોનું 9000 કરોડનું કૌભાંડ કરી ભાગી ગયેલો વિજય માલ્યા ઇંગ્લેન્ડમાં છે. ભારત સરકાર વિજય માલ્યાને ભારત લાવવા માટે પ્રયાસો કરી રહી છે. વિજય માલ્યાએ ભારતની પ્રત્યાર્પણની અરજીનો ઇંગ્લેન્ડની કોર્ટમાં વિરોધ કર્યો છે. વિજય માલ્યાએ એવો દાવો કર્યો છે કે, ભારતીય જેલોમાં હવા ઉજાસ નથી. વિજય માલ્યાના આ આક્ષેપનો વળતો જવાબ આપતા સીબીઆઇએ જેલનો વિડીયો રજૂ કર્યો છે. આ કેસની તારીખ આગામી સપ્ટેમ્બર 12ના રોજ રાખવામાં આવી છે.

    રાહુલ ગાંધીએ કહ્યુ કે, ભારતીય જેલોની હાલત ખરાબ છે પણ વિજય માલ્યાને કોઇ વિશેષ સુવિધાઓ આપવી જોઇએ નહીં. જ્યાં સુધી વિજય માલ્યાનો સવાલ છે, ભારતીય જેલો ઘણી સારી છે”.

    રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, બેંક કૌંભાડીઓ જેવા કે વિજય માલ્યા, નિરવ મોદી અને મેહલુ ચોક્સી પ્રત્યે ઘણી ઉદારતા રાખી છે. નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વડાપ્રધાન વચ્ચે સંબધ છે એટલા માટે હજુ સુંધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Rahul Gandhi claims, Vijay mallya leaving country, Vijay Mallya met senior BJP leaders, કોંગ્રેસ, પીઅેમ નરેન્દ્ર મોદી, ભાજપ, ભાજપ નેતા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन