અનામત પર રાહુલ ગાંધીએ કહ્યું - આ વંચિત લોકોનો અધિકાર છીનવવાનું ષડયંત્ર

News18 Gujarati
Updated: February 10, 2020, 10:22 PM IST
અનામત પર રાહુલ ગાંધીએ કહ્યું - આ વંચિત લોકોનો અધિકાર છીનવવાનું ષડયંત્ર
અનામત પર રાહુલ ગાંધીએ કહ્યું - આ વંચિત લોકોનો અધિકાર છીનવવાનું ષડયંત્ર

આજની સરકાર છે તે રિઝર્વેશનની વિરુદ્ધમાં છે અને કોઈના કોઈ રીતે હિન્દુસ્તાનમાંથી અનામતને હટાવવા માંગે છે - રાહુલ ગાંધી

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસે (Congress) નિમણુક અને પ્રમોશનમાં અનામતના મુદ્દા પર સુપ્રીમ કોર્ટ(Supreme Court) ના એક નિર્ણય પર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગહલોત (Thavar Chand Gehlot)ના વ્યક્તવ્યને લઈને સોમવારે આરોપ લગાવ્યો કે સરકારે આ વિષય પર સંસદને ગુમરાહ કર્યું છે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પણ આને લઈને સવાલ ઉભા કર્યા છે.

રાહુલે ટ્વિટ કરીને કહ્યું હતું કે BJP સરકાર અનામતના સંવૈધાનિક અધિકાર હોવાની સામે સુપ્રીમ કોર્ટમાં નિવેદન કરી રહી છે. મહાન સંઘર્ષો અને કુર્બાનીઓથી આ અધિકાર મેળવ્યા છે. જેનાથી હિન્દુસ્તાન એક વધારે શાનદાર રાષ્ટ્ર બની શકે. આજે એક-એક કરીને વંચિત લોકોના અધિકાર છીનવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. તેનાથી મોટો દેશદ્રોહ કયો છે?

રાહુલ ગાંધીએ આ પહેલા ન્યૂઝ18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે આજની સરકાર છે તે રિઝર્વેશનની વિરુદ્ધમાં છે અને કોઈના કોઈ રીતે હિન્દુસ્તાનમાંથી અનામતને હટાવવા માંગે છે. એ ઇચ્છે છે કે એસસી અને એસટી સમુદાય ક્યારેય આગળ ના વધે અને કોર્ટે જે કહ્યું છે કે રિઝર્વેશનનો અધિકાર જ નથી આ બીજેપીની રણનિતી છે. તેમની અનામતને ખતમ કરવાની રીત છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ અને બીજેપી વાળા કેટલા પણ સપના જોવે અનામતને અમે ક્યારેય ખતમ થવા દઈશું નહીં. મુખ્ય વાત એ છે કે આ સંવિધાન પર આક્રમણ થઈ રહ્યું છે અને દરેક સંસ્થાને તોડવામાં આવી રહી છે. સંસદમાં અમને બોલવા દેવાતા નથી. ન્યાયપાલિકા ઉપર દબાણ કરે છે અને જે પણ આપણા દેશ અને સંવિધાનના મુખ્ય સ્તંભ છે તેને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજેપી અને આરએસએસના ડીએનએમાં અનામત હટાવવું છે. અમે દલિતો અને ઓબીસીને કહેવા માંગીએ છીએ કે અમે અનામતને ક્યારેય હટાવવા દઈશું નહીં.
First published: February 10, 2020, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading