સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રી પર રાહુલે બદલ્યો સૂર, કહ્યું- શ્રદ્ધાળુઓનો તર્ક પણ ખોટો નથી

રાહુલ ગાંધીએ શનિવારે દુબઈમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી.

ગાંધીના હાલના નિવેદનને આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો સોફ્ટ હિન્દુત્વ એપ્રોચ તરીકે જોવામાં આવી રહ્યો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે એવો સ્વીકાર કર્યો કે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી પર તેઓએ પોતાનું સ્ટેન્ડ બદલી દીધું છે. મંદિરમાં માસિક ધર્મના ઉંમરવાળી મહિલાઓના પ્રવેશ પર જાહેરમાં સમર્થન કરી ચૂકેલા રાહુલ ગાંધીએ કહ્યું કે વિરોધ પ્રદર્શન કરનારા શ્રદ્ધાળુઓનો તર્ક પણ ખોટો નથી.

  ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, કોંગ્રેસે અધ્યક્ષે દુબઈમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે હવે તેમને લાગે છે કે મંદિરમાં મહિલાઓને પ્રવેશ ન આપવાની પરંપરા માટે પ્રદર્શન કરનારાઓન તર્ક પણ યોગ્ય છે. હું બંને તર્કને સમજું છું...એટલા માટે આ મામલામાં સ્પષ્ટ ન કહી શકું છે આ હોવું જોઈએ...હું તેને કેરળની જનતા પર છોડું છું કે તેઓ શું નક્કી કરે છે.

  બીજી તરફ, ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, રાહુલ ગાંધીએ સબરીમાલા પર પોતાનો પક્ષ બદલવાની વાત સ્વીકારી લીધી.

  રિપોર્ટ મુજબ, રાહુલે કહ્યું કે, મેં બંને જ તર્ક સાંભળ્યા છે. શરૂઆતમાં આ મુદ્દે મારો મત આજથી અલગ હતો. કેરળની જનતાની વાત સાંભળ્યા બાદ મને બંને જ તર્ક યોગ્ય લાગે છે. મને એ તર્ક પણ યોગ્ય લાગે છે કે પરંપરાઓને સાચવીને રાખવી જોઈએ અને એ તર્ક પણ કે મહિલાઓને સમાન અધિકાર મળવા જોઈએ.

  આ પણ વાંચો, સપા-બસપા ગઠબંધનથી બહાર રાખવા પર રાહુલે કહ્યું- તેમનું પૂરું સન્માન, અમે સૌને ચોંકાવીશું

  રાહુલ ગાંધી એન પાર્ટીના કેરળના નેતાઓએ થોડાક દિવસ અગાઉ મહિલાઓના પ્રવેશના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા હિન્દુત્વ સમૂહો પર જોરદાર હુમલો કર્યો હતો.

  ગાંધીના હાલના નિવેદનને આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો સોફ્ટ હિન્દુત્વ એપ્રોચ તરીકે જોવામાં આવી રહ્યું છે.

  આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ નિર્મલા સીતારામન ઉપર કરવામાં આવેલી ટિપ્પણીનો બચાવ પણ કર્યો. તેઓએ કહ્યું કે આ નિવેદન તેઓએ એટલા માટે નથી આપ્યો કે નિર્મલા સીતારમન એક મહિલા છે. રાહુલે કહ્યું કે ભાજપને પોતાની મહિલા વિરોધી વિચારધારા તેમની ઉપર થોપવા ન જોઈએ. તેઓએ કહ્યું કે સીતારમનના સ્થાને કોઈ પુરુષ હોત તો પણ આ ટિપ્પણી કરતા.
  Published by:Mrunal Bhojak
  First published: