રાફેલ મુદ્દે મારી સાથે 15 મિનિટ ચર્ચા કરી બતાવોઃ રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડીલને લઇને સતત વડાપ્રધાન મોદી ઉપર સતત નિશાન સાધી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડીલને લઇને સતત વડાપ્રધાન મોદી ઉપર સતત નિશાન સાધી રહ્યા છે.

 • Share this:
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડીલને લઇને સતત વડાપ્રધાન મોદી ઉપર સતત નિશાન સાધી રહ્યા છે. પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી રાફેલ ડીલને ખાસ મુદ્દો બનાવી રહ્યા છે. રાફેલને લઇને સતત નિશાન સાધનાર રાહુલ ગાંધીએ હવે વડાપ્રધાન મોદીને આ અંગે ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે.

  છત્તીસગઠના અંબિકાપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાફેલ ડીલ ઉપર ચર્ચા કરવાનો પડકાર ફેક્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું મોદીને ચેલેન્જ કરું છું કે, ગતે ત્યારે ગમેતે જગ્યાએ કોઇ પણ પ્રદેશમાં મારી સાથે સ્ટેજ ઉપર આવીને રાફેલ ડીલ મુદ્દે 15 મિનિટ ડિબેટ કરી બતાવે. 15 મિનિટ બોલવા દે અને 15 મિનિટ મોદી બોલે. હું એચએએલ વિશે બોલીશ, મને જે ફાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું એના વિશે બોલીશ."

  રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, "હું બોલીશ કે 526 કરોડ રૂપિયાનું ફાઇટર જેટ નરેન્દ્ર મોદીએ 1600 કરોડ રૂપિયામાં ખરીદ્યું. હું કહીશ કે કોઇપણ પ્રોસિજર ફોલો થઇ નથી. હું કહીશ કે રક્ષામંત્રીએ ચોખ્ખું કહ્યું હતું કે, આ ડીલ તેમણે નહીં પરંતુ વડાપ્રધાન મોદીએ કરી છે. "

  કોંગ્રેસ અધ્યક્ષે પડકાર ફેંકતા કહ્યું કે, નરેન્દ્ર મોદી તેમની સામે આવે, તેઓ મોદીને ગળે મળશે અને રાફેલ ઉપર વાત કરશે. પરંતુ મોદી જવાબ નહીં આપી શકે.

  ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કથિત નિવેદનને લઇને તેના ઉપર નિશાન સાધ્યું હતું. રાહુલા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે મોદીએ ખેડૂતો પાસે કાળું નાણું હોવાની વાત કહીને અન્નદાતાઓનું અપમાન કર્યું છે.

  રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કથિત વીડિયો શેર કરતા ટ્વીટ કર્યું હતું કે, શું તમે માલ્યા, મેહુલભાઇ, નીરવ મોદીને ઘઉં ઉગાડતા જોયા છે? મોદી ખેડૂતોનું અપમાન ન કરો.
  Published by:ankit patel
  First published: