કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં કર્ણાટકના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે તેઓ રાયચૂર અને ગુલબર્ગના પ્રવાસે છે. અહીં તેઓ રોડ શો કરી રહ્યા છે, તેમજ લોકોને મળી રહ્યા છે.
આ પહેલા રવિવારે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન કર્યા હતા. આજે સવારે તેઓ એક દરગાહ પણ પહોંચ્યા હતા. આને લઈને બીજેપીએ તેમના પર કટાક્ષ પણ કર્યો હતો. આ દરમિયાન આજે એટલે કે સોમવારે તેઓ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને કોંગ્રેસના બીજા નેતાઓ સાથે રાયચૂરના કલમલા ગામમાં ચર્ચા કરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન જે તસવીર સામે આવી છે તેમાં તેઓ ચા અને પકોડા સાથે ચર્ચા કરતા નજરે પડ્યા છે. નોંધનીય છે કે આજકાલ 'પકોડાના રાજકારણે' જોર પકડ્યું છે.
આ પહેલા રાહુલ ગાંધીએ 'જનઆશીર્વાદ યાત્રા'ના બીજા દિવસે રાજ્યમાં અનેક લોકોસભા સંબોધી હતી. તેમણે પીએમ મોદી અને બીજેપી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મોદી પર હુમલો કરતા કહ્યું હતું કે તેઓ જૂની વાતો પર ભાષણ આપવાનું બંધ કરે અને હવે કામ કરવાનું શરૂ કરે. તેમનો કાર્યકાળ સમાપ્ત થવામાં હવે વધારે સમય નથી બચ્યો.
તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ પાર્ટી અહીં સત્તા તેમના હાથમાંથી સરકે નહીં તે માટે કમસ કસી રહી છે. આ માટે જ રાહુલ ગાંધી પણ પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યા છે.
રવિવારે રાહુલ ગાંધીએ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ચૂંટણી દરમિયાન તમારે લોકોને બતાવવું પડશે કે છેલ્લા પાંચ વર્ષમાં તમે શું કર્યું. પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે અને તમે ખાતુ પણ નથી ખોલ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર