Home /News /national-international /નવા વિકલ્પોની સાથે અધ્યક્ષ પદ પર ચાલુ રહી શકે છે રાહુલ ગાંધી!

નવા વિકલ્પોની સાથે અધ્યક્ષ પદ પર ચાલુ રહી શકે છે રાહુલ ગાંધી!

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

કોંગ્રેસ હાલ ગુજરાત સહિત ચાર રાજ્યોમાં સંકટનો સામનો કરી રહી છે, રાહુલના રાજીનામા પર સૌની નજર

  ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદથી કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા પોતાના પદથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. રાહુલે ભલે અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત કહી દીધી છે પરંતુ તેઓ એ બાબત પર પણ ધ્યાન આપી રહ્યા છે કે પાર્ટીમાં ઉપરથી થનારો માળખાકીય ફેરફાર શું હશે.

  આ સમયે કોંગ્રેસ માત્ર કેન્દ્રીય સ્તરે સંકટનો સામનો કરી રહી છે પરંતુ પાર્ટીના ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કર્ણાટક યૂનિટ પણ અવ્યવસ્થિત અને નબળા દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધીના નિર્ણય બાદ પાર્ટીની અંદર ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના નિવાસ પર મંગળવારે પાર્ટીના સિનિયર નેતાઓ સાથે મુલકાત કરી જેઓ રાહુલ ગાંધીના નિર્ણયથી નારાજ છે.

  એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓએ પાર્ટીના નેતાઓને સમજાવી લીધા છે કે રાહુલ 'ભાગી નથી રહ્યા'. તેઓ ઈચ્છે છે કે બીજું કોઈ તેમના પરિવારથી અલગ કોંગ્રેસનું નેતૃત્વ કરે. પ્રિયંકાએ આ દરમિયાન અગાઉની ઉદાહરણનો હવાલો આપ્યો જ્યારે કોંગ્રેસના એક સિનિયર નેતાએ નહેરુ-ગાંધી પરિવારથી અલગ પાર્ટીનું નેતૃત્વ કર્યુ હતું.

  આ પણ વાંચો, Analysis: રાહુલ અધ્યક્ષ રહેશે કે નહીં, કોંગ્રેસ માટે શું સારું છે?

  રાહુલના ચુકાદાને જોતા કોંગ્રેસના કેટલાક નેતાઓએ ભલામણ કરી છે કે તેમને આવું ન કરવું જોઈએ અને પોતાના પદ પર ચાલુ રહેવું જોઈએ. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીની સાથે જ એક કાર્યકારી અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને નિયુક્ત કરવા જોઈએ જે રોજેરોજના કામકાજને જુએ. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે જો રાહુલ પોતાનું રાજીનામું પરત લેવા માટે સહમત થઈ જાય છે તો આગળની ચર્ચા અનેક મહત્વપૂર્ણ મુદ્દો પર થશે. જોકે, હજુ સુધી આ મામલામાં રાહુલ ગાંધીની કોઈ પણ પ્રતિક્રિયા સામે નથી આવી.

  આ પણ વાંચો, INSIDE STORY: કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામા પાછળ રાહુલનો આ છે માસ્ટર પ્લાન

  ઉલ્લેખનીય છે કે, મંગળવારની સવારે પણ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, નેતા રણદીપ સુરજેવાલા અને સચિન પાયલટ જેવા અનેક મોટા નેતા તેમને મળવા પહોંચ્યા હતા. સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે રાહુલ ગાંધીને જણાવવામાં આવ્યું છે કે તેમનાથી વિશેષ પાર્ટીની પાસે કોઈ વિકલ્પ નથી, જેને પાર્ટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી શકાય. પાર્ટીએ રાહુલ ગાંધીને કહ્યું છે કે તમે પાર્ટીમાં જે મરજી મુજબ ફેરફાર કરી શકશો, ઈચ્છો તે રીતે પાર્ટી ચલાવો. ત્યારબાદ હવે રાહુલે નરમીના સંકેત આપ્યા છે. સૂત્રોએ દાવો કર્યો છે કે હાલ રાહુલ અધ્યક્ષ પદ પર ચાલુ રહેવા માટે માની ગયા છે. પરંતુ, તેઓએ નવા અધ્યક્ષની શોધ માટે કોંગ્રેસને એક મહિનાનો સમય આપ્યો છે.

  કેટલીક શરતો સાથે અધ્યક્ષ તરીકે કાર્યરત રહેશે રાહુલ ગાંધી

  સૂત્રો મુજબ, નવા અધ્યક્ષ માટે પ્રિયંકા ગાંધીનું નામ પણ ચર્ચામાં છે, જેની પર રાહુલ ગાંધી રાજી નથી. તેમનું કહેવું છે કે પ્રિયંકાને આ બધામાં ન ખેંચવામાં આવે. હાલ કાર્યપ્રણાલીમાં કેટલીક શરતોની સાથે રાહુલ અધ્યક્ષ પદ પર ચાલુ રહેશે. રાહુલની તમામ શરતોને પાર્ટીએ માની લીધી છે.

  4 દિવસોમાં CWCની મીટિંગ

  એવા અહેવાલ છે કે કોંગ્રેસ ચાર દિવસોમાં વર્કિંગ કમિટીની મીટિંગ બોલાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રો મુજબ, આ મીટિંગમાં રાહુલ ગાંધીની શરતો પર વિસ્તારથી વાત થશે. બીજી તરફ, એક મહિના બાદ જો રાહુલ રાજીનામું આપી દે છે તો તે સ્થિતિમાં સીડબલ્યૂસી મીટિંગમાં જ નવા અધ્યક્ષનું નામ અંગે પણ ચર્ચા થશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Crisis, Lok sabha election 2019, Priyanka gandhi, Resignation, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन