Home /News /national-international /'56 ઇંચના બોક્સરે' તેના કોચ અડવાણીના મોઢા પર જ પંચ માર્યો: રાહુલ ગાંધી

'56 ઇંચના બોક્સરે' તેના કોચ અડવાણીના મોઢા પર જ પંચ માર્યો: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિયાણાના ભિવાની જિલ્લામાં 'અબ હોગા ન્યાય' રેલીને સંબોધન કરતા આ વાત કરી હતી.

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કા પુરા થઈ ગયા છે, હવે બે તબક્કાનું મતદાન બાકી છે ત્યારે રાજકીય નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતા તેમને '56 ઇંચના બોક્સર' તરીકે સંબોધ્યા હતા. રાહુલે ચૂંટણી રેલીમાં જણાવ્યું કે, આ બોક્સર દેશની સમસ્યાઓ સામે લડવા માટે ચૂંટાયા હતા પરંતુ તેમણે આવું કરવાના બદલે દેશના ખેડૂતો, વેપારીઓને પંચ મારવાનું શરૂ કર્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિયાણાના ભિવાની જિલ્લામાં 'અબ હોગા ન્યાય' રેલીને સંબોધન કરતા આ વાત કરી હતી. રાહુલ ગાંધી અહીં કોંગ્રેસના ઉમેદવાર શ્રૃતિ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે રેલી કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિલ્હીના ઉમેદવાર તેમજ બોક્સર વિજેન્દર સિંઘ ભિવાનીથી આવે છે. ભિવાનીને આગામી વર્લ્ડ-ઓલમ્પિકનું બોક્સર કેપિટલ ગણાવતા જણાવ્યું કે, "2014ના વર્ષમાં પણ દેશના લોકોએ કૌભાંડ અને બેરોજગારી સામે લડવા માટે એક "56 ઇંચના બોક્સર"ને ચૂંટી કાઢ્યા હતા."

આ પણ વાંચો : રાજીવ ગાંધી પર PM મોદીની કોમેન્ટ પર રાહુલ-પ્રિયંકાનો વળતો હુમલો

રાહુલે વધુમાં કહ્યું કે, "લોકોની ચીચીયારી વચ્ચે 56 ઇંચની છાતીવાળો બોક્સર ચૂંટણીની રિંગમાં આવ્યો હતો. જોકે, ખેડૂતોના પ્રશ્નો, કૌભાંડ, બેરોજગારી સામે લડવાને બદલે આ બોક્સરે સૌપહેલા તેમના કોચ એલકે અડવાણીના મોઢા પર પંચ માર્યો હતો. (બોક્સર રિંગમાં આવ્યો, પોતાના કોચ અડવાણી તરફ નજર કરી, એક મુક્કો તેના મોઢા પર માર્યો) બાદમાં આ બોક્સરે તેના બીજા સાથે નીતિન ગડકરી અને અરુણ જેટલીને મુક્કો માર્યો હતો. બાદમાં બોક્સર રિંગમાંથી બહાર આવ્યો અને લોકો વચ્ચે ગયો. બોક્સરે જીએસટી અને નોટબંધીના નામે નાના વેપારીઓને ડામ આપ્યા. ખેડૂતોએ બોક્સરને યાદ અપાવ્યું કે તેમણે અમારા માટે લડવાનું વચન આપ્યું હતું, બોક્સરે તેમને પણ મુક્કો મારી દીધો."

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મોદી સરકારના પાંચ વર્ષમાં તેમને એ ખબર ન હતી કે તેઓ કોની સામે લડી રહ્યા છે. 'મોદી જી તમે દેશના લોકો માટે નહોતા લડી રહ્યા. તમે કૌભાંડ સામે લડી રહ્યા ન હતા. તમારે બેરોજગારી સામે લડવાની જરૂર હતી, પરંતુ તમે નિષ્ફળ રહ્યા છો.'
First published:

Tags: Lok sabha election 2019, એલ કે અડવાણી, કોંગ્રેસ, પીએમ, ભાજપ, રાહુલ ગાંધી