અયોધ્યા વિવાદ પર પહેલીવાર બોલ્યા રાહુલ, 'રામ મંદિર નહીં, રોજગારી હશે ચૂંટણી એજન્ડા'

News18 Gujarati
Updated: January 4, 2019, 5:51 PM IST
અયોધ્યા વિવાદ પર પહેલીવાર બોલ્યા રાહુલ, 'રામ મંદિર નહીં, રોજગારી હશે ચૂંટણી એજન્ડા'
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

રાહુલે કહ્યું કે, 2019 ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, બેકારી અને લોકોની સામાન્ય સમસ્યાઓ મોટા મુદ્દા હશે, રામ મંદિર અમારા એજન્ડામાં નથી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રાફેલ વિવાદની વચ્ચે રાહુલ ગાંધીએ શુક્રવારે પહેલીવાર રામ મંદિર મુદ્દે વાત કરી. તેઓએ 2019 લોકસભા ચૂંટણીમાં રામ મંદિરને કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી એજન્ડ હોવાની વાતને પાયાથી નકારી દીધો છે. તેમનું કહેવું છે કે, લોકસભા ચૂંટણી માટે રામ મંદિર કોંગ્રેસનો મુદ્દો નથી. રાહુલે કહ્યું કે, 2019 ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, બેકારી અને લોકોની સામાન્ય સમસ્યાઓ મોટા મુદ્દા હશે, રામ મંદિર અમારા એજન્ડામાં નથી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે અયોધ્યા જમીન વિવાદ મામલે સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે સુનાવણી માટે એક ઉપયુક્ત બેન્ચની રચના કરવામાં આવશે.

આ પણ વાંચો, રાહુલ ગાંધીનો ટોણો- રાફેલ ઓપન બુક એક્ઝામ છોડીને પંજાબ ગયા PM મોદી

રાહુલે રાફેલ ડીલ મુદ્દો ફરી ઉઠાવ્યો
આમ ભલે રાહુલ ગાંધીએ રામ મંદિરને મોટો મુદ્દો માનવાનો ઇન્કાર કરી દીધો છે પરંતુ તે રાફેલ ડીલ મુદ્દાને વધુ ઉગ્રતાથી ઉઠાવવાના મૂડમાં લાગી રહ્યા છે. શુક્રવારે તેમણે ફરી એક વાર આક્રમક અંદાજમાં પોતાનો સવાલ ફરી પૂછ્યો અને મોદી સરકાર પર હુમલો કર્યો. રાહુલ ગાંધીએ અરુણ જેટલી પર ગાળો આપવાનો આરોપ પણ લગાવ્યો. રાહુલે કહ્યું કે, અરુણ જેટલીએ લાંબું ભાષણ આપ્યું, મને ગાળો આપી પરંતુ મારા સવાલોના જવાબ ન આપ્યા.

પીએમ મોદીને લોકસભામાં ચર્ચાનો પડકાર આપતા રાહુલે કહ્યું કે, પીએમ મોદી રાફેલ પર ચર્ચાથી ભાગી રહ્યા છે. આ પહેલા ગુલાબ નબી આઝાદે પણ પીએમ પર રાફેલ સ્કેમ પર પડદો નાખવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટમાં સરકારે ખોટી એફિડેવિટ રજૂ કરી છે.
First published: January 4, 2019, 5:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading