Home /News /national-international /અંગ્રેજોની મદદ કરી, નહેરુ-ગાંધી સાથે દગો કર્યો: રાહુલ ગાંધીએ જાહેરમાં સાવરકરનું માફીનામું વાંચી સંભળાવ્યું

અંગ્રેજોની મદદ કરી, નહેરુ-ગાંધી સાથે દગો કર્યો: રાહુલ ગાંધીએ જાહેરમાં સાવરકરનું માફીનામું વાંચી સંભળાવ્યું

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ સાવરકરનું માફીનામું વાંચી સંભળાવ્યું

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ગત રોજ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સાવરકરે અંગ્રેજોને લખેલા પત્ર વાંચી સંભળાવ્યા હતા.

    મુંબઈ: ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ગત રોજ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સાવરકરે અંગ્રેજોને લખેલા પત્ર વાંચી સંભળાવ્યા હતા. રાહુલે કહ્યું કે, સાવરકરે ડરના કારણે અંગ્રેજો પાસેથી માફી માગી, પણ ગાંધીજી, નહેરુ અને પટેલે ક્યારેય આવું ન કર્યું. રાહુલ ગાંધીએ સાવરકરનો પત્ર દેખાડતો તેની અંતિમ લાઈન વાંચી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, સાવરકરે લખ્યું હતું કે, સર, હું આપનો નોકર રહેવા માગું છું.

    આ પણ વાંચો:ભારત જોડો યાત્રા; વચ્ચે રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરામાં કરશે રોડ શો

    રાહુલે કહ્યું કે, જો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ જોવા માગે છે, તો તેમણે પણ જોઈ લે. સાવરકરે અંગ્રેજોની ઘણી મદદ કરી હતી. હું એકદમ ક્લિયર છું. આ દરમિયાન રાહુલે કહ્યું કે, જો સરકારને લાગી રહ્યું છે કે, આ યાત્રાથી દેશને નુકસાન છે, તો તેમણે આ યાત્રાને રોકવાની કોશિશ કરવી જોઈએ.

    કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આ દેશમાં એક બાજૂ સાવરકર અને બીજી બાજૂ ગાંધીના વિચારોની લડાઈ છે. મારો મત છે કે, સાવરકરે ડરના કારણે પત્ર પર સાઈન કરી, તો વળી નહેરુ, પટેલ અને ગાંધી વર્ષો સુધી જેલમાં રહ્યા. કોઈ પત્ર લખ્યો નહીં. સાવરકરે પત્ર પર લાઈન કરીને હિન્દુસ્તાનના તમામ નેતાઓ સાથે દગો કર્યો હતો.

    રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે પરિવાર


    તો વળી રાહુલ ગાંધી દ્વારા સાવરકરની માફીવાળી ચિઠ્ઠી બતાવવા પર વિનાયક દામોદર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે નારાજગી જાહેર કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ વીર સાવરકરનું અપમાન છે. તો વળી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ વિરુદ્ધ મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Rahul gandhi latest news, Veer Savarkar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन