Home /News /national-international /રાહુલે ઉઠાવ્યો મહિલા અનામતનો મુદ્દો, કોંગ્રેસી મુખ્યમંત્રીઓને પ્રસ્તાવ પાસ કરવાની આપી સલાહ

રાહુલે ઉઠાવ્યો મહિલા અનામતનો મુદ્દો, કોંગ્રેસી મુખ્યમંત્રીઓને પ્રસ્તાવ પાસ કરવાની આપી સલાહ

રાહુલ ગાંધીએ તેવા રાજ્યોના મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે, જ્યાં કોંગ્રેસ સત્તામાં છે.

રાહુલ ગાંધીએ તેવા રાજ્યોના મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે, જ્યાં કોંગ્રેસ સત્તામાં છે.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહને પત્ર લખી કહ્યું છે કે, તે મહિલા અનામત બીલ પાસ કરાવવાના સમર્થનમાં રાજ્ય વિધાનસભામાંથી એક પ્રસ્તાવ પસાર કરાવે જેમાં કેન્દ્રને પણ આ બીલ પસાર કરે તેવું આહ્વાહન કર્યું છે. રાહુલ ગાંધીએ તેવા રાજ્યોના મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે, જ્યાં કોંગ્રેસ સત્તામાં છે. તેમણે પોતાની પાર્ટીના સાશિત રાજ્યો કેન્દ્ર પાસે આ બીલ પાસ કરાવવાની અપીલ કરતા આ પ્રસ્તાવ પાસ કરવાનું કહ્યું છે.

    પંજાબના મુખ્યમંત્રીએ લખેલા પત્રમાં ગાંધીએ કહ્યું કે, રાજ્યસભાએ 2010માં 108મું સંવિધાન સંશોધક બીલ પસાર કર્યું પરંતુ 15મી લોકસભા 2014માં ભંગ થયા બાદ તે બીલ નિષ્પ્રભાવી થઈ ગયું.

    તેમણે લખ્યું કે, કોંગ્રેસ અને કેટલાક દળઓએ પ્રધાનમંત્રીને મહિલા અનામત બીલ પસાર વાની માંગ કરી છે, અને પોતાના સમર્થનનો વાયદો પણ કર્યો છે. આ બીલમાં વિરોધીઓએ ફેરફાર લાવવા માટે મહિલાઓની યોગ્યતા પર આશંકા પ્રગટ કરી છે, પરંતુ 73માં અને 74માં સંવિધાનિક સંશોધન બાદ મહિલાઓ દ્વારા નિભાવવામાં આવેલી નેતૃત્વની ભૂમિકાએ વિરોધીઓને ખોટા સાબિત કર્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bats, Bill, રાહુલ ગાંધી, સપોર્ટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन