2019 ચૂંટણી જીતવા માટે રાહુલનું આધુનિક હથિયાર હશે 'પ્રોજેક્ટ શક્તિ'

News18 Gujarati
Updated: August 21, 2018, 4:49 PM IST
2019 ચૂંટણી જીતવા માટે રાહુલનું આધુનિક હથિયાર હશે 'પ્રોજેક્ટ શક્તિ'
રાહુલ ગાંધી, ફાઈલ ફોટો

રાહુલ ગાંધીને કહેવામાં આવ્યું છે કે, ડેટાનો ઉપયોગ કરવામાં આવે જેનાથી સમસ્યાઓ વિશે માહિતી મેળવી શકાશે. આંકડાઓ ક્યારેય જૂઠ બોલતા નથી

  • Share this:
આ વર્ષ ફેબ્રુઆરીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એક એવો આંકડો બતાવવામાં આવ્યો કે તેઓ હેરાન થઈ ગયા. આમાં કહેવામાં આવ્યું છે કે, જો કોંગ્રેસ પાર્ટીએ દેશભરમાં પોલિંગ બૂથને વ્યવસ્થિત રીતે સંભાળી લે છે તો તેમના વોટ શેર 4 ટકા વધી જાય છે. વર્ષ 2014માં કોંગ્રેસને 44 સીટો પર જીત મળી હતી, અને તેમાં 4 ટકા વોટ મેળવી દેવામાં આવે તો આ સંખ્યા વધીને ઓછામાં ઓછી 90 થઈ શકે છે.

સમય સાથે પાર્ટીને બદલાવવું પડશે. એવામાં રાહુલ ગાંધીને કહેવામાં આવ્યું છે કે, ડેટાનો ઉપયોગ કરવામાં આવે જેનાથી સમસ્યાઓ વિશે માહિતી મેળવી શકાશે. આંકડાઓ ક્યારેય જૂઠ બોલતા નથી અને અત્યાર સુધીના ખરાબ બૂથ મેનેજમેન્ટનું નુકશાન પાર્ટીને ઉઠાવવું પડ્યું છે.

રાહુલ ગાંધીએ ત્યાર પછી રાજનીતિક અર્થશાસ્ત્રી પ્રવીણ ચક્રવર્તીની અધ્યક્ષતામાં ડેટા વિશ્લેષકોની એક ટીમ તૈયાર કરી. આ ટીમનું નામ આપવામાં આવ્યુ 'ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ડેટા એનાલિટિક્સ ડિપાર્ટમેન્ટ.' આ ટીમે 'શક્તિ' નામના પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું, તેમનું કામ હતું ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ભારતમાં દરેક કોંગ્રેસ કાર્યકર્તાને રાહુલ ગાંધી સાથે જોડવો. કોંગ્રેસ માટે 'શક્તિ' ડેટા બેસ બનાવી રહ્યાં છે. આનો ઉપયોગ ઘણા બધા કામો માટે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી આના દ્વારા ડાયરેક કોઈપણ જિલ્લામાં કોઈ બૂથ પરના કાર્યકર્તાનો સંમ્પર્ક સાંધી શકે છે.

શક્તિ વિશે કોંગ્રેસના ડેટા એનાલિટિક્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રવીણ ચક્રવર્તીએ કહ્યું, શક્તિ એક આઈડિયા છે. આને રાહુલ ગાંધી એક રાજનીતિક મંચ કહે છે.

આ વર્ષે એપ્રિલમાં શક્તિને રાજસ્થાનમાં એક પાયલોટ પ્રોજેક્ટને રૂપમાં શરૂ કરવામાં આવ્યો હતો. અહી આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. રાજસ્થાન માટે કોંગ્રેસના મહાસચિવ અવિનાશ પાંડેએ ન્યૂઝ18ને જણાવ્યું કે, "અમને રાજસ્થાનમાં શક્તિ'થી ઘણો બધી સફળતા મળી છે. અમે આનાથી અહી 5.5 લાખથી વધારે કાર્યકર્તાઓને એનરોલમેન્ટ કરાવ્યા છે."

રાજસ્થાનમાં શક્તિની સફળતા પછી આને વધુ 9 રાજ્યોમાં લાવવામાં આવ્યો છે. પાર્ટી અનુસાર હવે 25 લાખથી વધારે કાર્યકર્તાઓ આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ગયા છે. સભ્યોને એસએમએસ દ્વારા પોતાની વોટર આઈડી નંબરને કોઈ ખાસ ફોન નંબર મોકલવામાં માટે કહેવામાં આવ્યું છે વેરિફિકેશન પછી કોંગ્રેસે સત્તાવાર રીતે તેમને રાહુલ ગાંધીનો એક મેસેજ મોકલ્યો. આ કાર્યકર્તાઓને એક ખાસ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.શક્તિના સભ્યોને છ શ્રેણીઓમાં વહેચવામાં આવ્યા છે. મતદાતા, સિમપૈથિજર્સ, કાર્યકર્તા, સક્રિય કાર્યકર્તા, પદાધિકારી અને નાત. અહી કામના આધારે કાર્યકર્તાઓને રેકિંગ પણ આપવામાં આવે છે. આનાથી પાર્ટીને રણનીતિ બનાવવામાં મદદ મળે છે.

'શક્તિ પ્રોજેક્ટ'ના કામકાજ વિશે કોંગ્રેસના એક નેતાએ ન્યૂઝ18ને જણાવ્યું કે, બીજેપીના મિસ્ડ કોલ એનરોલમેન્ટથી અલગ સિસ્ટમ છે. તે બિલકૂસ બકવાસ છે. જો આજે આપણે જાણવા માંગીએ કે, છત્તીસગઢના બસ્તર જિલ્લામાં બૂથ સંખ્યા 41માં અમારી પાસે કેટલા કાર્યકર્તા છે, તો હું શક્તિ પાસેથી બધી જ જાણકારી મળી જશે.

શક્તિના સમર્થનનું તર્ક છે કે, આનાથી પાર્ટીને કોઈ મુદ્દા પર કાર્યકર્તાઓની સલાહ લેવામાં પણ મદદ મળે છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલે એક નેતાએ કહ્યું, જૂનમાં જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લેફ્ટિનેન્ટ ગવર્નર વિરૂદ્ધ ધરણા પર બેઠ્યા હતા, તો અમે દિલ્હીના બધા જ સભ્યોને એક પ્રશ્નો કર્યો- કેમ કોંગ્રેસ પાર્ટી અરવિંદ કેજરીવાલના ધરણાનું સમર્થન કરવું જોઈએ? અમે દરેક મોટા નિર્ણયમાં કાર્યકર્તાઓના વિચારને સામેલ કરવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીમાં ઘણી બધી વસ્તુઓ લોકતાંત્રિક થઈ ગઈ છે.

શક્તિ દ્વારા મેળવેલા ડેટાથી તેની પણ જાણકારી મેળવી શકાય છે કે, કોઈ ઉમેદવારની જીતવાની કેટલી સંભાવના છે. આ એક અમેરિકન શૈલી છે. અહી કોઈપણ ચીજની માહિતી મેળવવા માટે ખુબ જ આરામથી સર્વે કરાવવામાં આવે છે.

બે દશકોથી રાજસ્થાનના ભીલવાડામાં અનિલ ડાંગી કોંગ્રેસ કાર્યકર્તા રહ્યાં છે. ડાંગી અનુસાર સારી જુની શૈલી માટે કોઈ જ વિકલ્પ નથી. તેમને કહ્યું, મે વ્યક્તિગત રીતે સુનિશ્ચિત કર્યું છે કે, મારા ક્ષેત્રમાં લગભગ 12,000 લોકો શક્તિમાં સામેલ થઈ જાય. આ સંવાદ કરવાની એક શાનદાર રીત છે, પરંતુ મને લાગે છે કે આપણે નવા મતદાતાઓ પાસે જવા માટે વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરત છે. તે માટે ડોર-ટૂ-ડોર કેમ્પેન કરવાની ખુબ જ જરૂરત છે.

સૂત્રો અનુસાર રાહુલ ગાંધીએ કહ્યું છે કે, શક્તિ કોંગ્રેસ માટે ભવિષ્ય છે. કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોત સહિત ગાંધીના નજીકના કેટલાક નેતાઓ આનું સમર્થન કરી રહ્યાં છે. જો કે, તે છતાં કેટલાક લોકો આનો વિરોધ પણ કરી રહ્યાં છે. એક કોંગ્રેસી નેતાએ કહ્યું, મને લાગતું નથી કે, આનાથી વધારે મદદ મળશે.

પૂર્વ રાજસ્થાનના એક કોંગ્રેસ કાર્યકર્તાએ કહ્યું, "મારો પડોશી એક આરએસએસ કાર્યકર્તા છે. તેમને હાલમાં જ ઓડિશામાં એક મહિના માટે પ્રચાર કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે મારે મારા ખિસ્સામાંથી પૈસા ખર્ચ કરવા પડસે કેમ કે હું કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસ રાખું છું. જો આ પાર્ટી અમને પ્રચાર માટે પૈસા આપી શકતી નથી તો આ બધી જ યોજનાઓ બેકાર છે."

પ્રવિણ ચક્રવર્તી અનુસાર શક્તિથી 2019ની ચૂંટણીમાં ઘણો ફાયદો મળવાનો છે. તેમને કહ્યું, "અમે 2019ની ચૂંટણીઓ પહેલા ગ્રાઉન્ડ ફોર્સ તૈયાર કરવા માટે મોટો ડેટાનો ઉપયોગ કરીશું. ચૂંટણી જીતવા માટે તમારે તે જાણવું પડશે કે, તમારા કાર્યકર્તા કોણ છે અને ક્યા સક્રિય કાર્યકર્તા છે. "
First published: August 21, 2018
વધુ વાંચો
अगली ख़बर